Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ધન્ય એ દિન આંખડી જ્યારે ઉઘાડીને
ગોદમાં તારી મધુર મેં જિંદગી માણી
પ્રથમવાર કર્યું તહારૂં દિવ્ય મેં દર્શન
ધન્ય એ પળ, સાંપડ્યું જ્યારે સુખદ સ્પર્શન;

કર્યું નર્તન દેવદુર્લભ અમીમય અંકે
પ્રાણ પ્રકટ્યો પદ્મ  જેવો પરમ કો પંકે.
ધન્ય અતિ ને ધન્ય દિન એ કરેલો પ્યારે
માત ! તારી શાનનો સંકલ્પ મેં જ્યારે.

ધન્ય દિન આ જિંદગીના સર્વથી સુખમય
સમર્પિત તુજને થયા જે મળ્યા જાણે વર.

- શ્રી યોગેશ્વરજી