| Download details |
શ્રી યોગેશ્વરજી કૃત સાંઈબાબા પરના ભાવવાહી ભજનોનો સંગ્રહ ઈ.સ. ૧૯૫૨ ની આસપાસ શ્રી યોગેશ્વરજીએ હિમાલયની પુરાણપ્રસિદ્ધ ભૂમિમાં તેમનો મહિમા સાંભળ્યો. તેથી તેમના દિલમાં સાંઈબાબાને માટે સહજ રીતે જ પ્રેમ થયો. પરંતુ વાત એટલેથી જ ના અટકી. તે પછી તેમને સાંઈબાબાની અસીમ, અસાધારણ ને અલૌકિક શક્તિના પ્રત્યક્ષ અનુભવો મળવા માંડ્યા. તેને લીધે સાંઈબાબા પ્રત્યે તેમનો અનુરાગ ને આદરભાવ એકદમ વધી પડ્યો. એ મહાપુરૂષની પ્રશસ્તિ અને અંજલિ રૂપે તેમણે પોતાના અંતરના અનુરાગ, આનંદ ને ઉમળકાને રજુ કરવા ભજનોની રચના કરી. આ ભજનસંગ્રહના તમે મારું કરશો પાર જહાજ, મારી અરજ સુણી લો આજ ... જેવા ભજનો આશિત દેસાઈ કૃત 'પૂજાના ફુલ' આલ્બમમાં સ્થાન પામી અત્યંત લોકપ્રિય થયા છે. સાંઈબાબા પ્રત્યે અનુરાગ ધરાવનાર કોઈપણ પ્રેમીને આ ગીતસંગ્રહમાંથી પ્રેરણાની અવનવીન સામગ્રી અવશ્ય સાંપડશે. |
| |||||||||||||||||||||||||


