Download details |
![]() | ||||||||||||||||||||||||||
અંતરનો અનુરાગ માત્ર વીસ વરસની યુવાન વયે શ્રી યોગેશ્વરજીએ સાધના કાજે હિમાલયમાં પ્રયાણ કર્યું. સાધનાના સુપરિણામ સ્વરૂપે એમને વિવિધ આધ્યાત્મિક અનુભૂતિઓ મળતી રહી. એ દરમ્યાન મા જગદંબાના સાક્ષાત દર્શનની ઝંખનાએ જોર પકડ્યું. દિવસ અને રાત મા જગદંબાના દર્શનની ઝંખનામાં જવા લાગ્યા. કવિતા એમને માટે સહજ હતી એટલે એ સમયે અંતરના ભાવો શબ્દ રૂપે પ્રગટ થયા. એ ભાવવાહી ભજનોનો સંગ્રહ એટલે જ અંતરનો અનુરાગ. અંતરનો અનુરાગ ભજનસંગ્રહના પદોનો રચનાકાળ આશરે ૧૯૫૪ છે. આ સંગ્રહમાં કુલ ૧૬૫ જેટલા ભજનો સમાવી લેવાયા છે. યોગેશ્વરજીના અન્ય ભજનસંગ્રહો અંતરનો આલાપ, આરતી, પ્રસાદ અને સાંઈસંગીત માફક આ ભજનો પણ ભાવિક ભક્તજનોને અવશ્ય ગમશે. E-Book |
|