Download details |
![]() | ||||||||||||||||||||||||||
દક્ષિણ આફ્રિકા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કારકિર્દીના પ્રારંભની કર્મભૂમિ રહી છે. ૧૭ નવેમ્બર ૧૯૮૨ થી ૨૧ માર્ચ ૧૯૮૩ દરમિયાન પૂ. યોગેશ્વરજી અને મા સર્વેશ્વરીએ દક્ષિણ આફ્રિકાનો પુણ્ય પ્રવાસ કર્યો. આ પ્રવચન-પ્રવાસના ૧૨૫ દિવસો દરમ્યાન પૂ.શ્રી યોગેશ્વરજીએ ત્યાંના ભિન્ન-ભિન્ન શહેરોમાં વિવિધ વિષયો પર લગભગ ૧૨૦ જેટલા પ્રવચન આપ્યાં, જેમાંથી લગભગ ૫૦ અંગ્રેજી ભાષામાં હતા. ભાવિક જનતાએ પૂ. યોગેશ્વરજીનું સમૂહ ધ્યાનના વર્ગોમાં તથા વ્યક્તિગત પ્રશ્વોત્તરી દ્વારા પણ માર્ગદર્શન મેળવ્યું. મા સર્વેશ્વરીએ પોતાની રીતે ભજનો દ્વારા લોકોને ભક્તિરસમાં તરબોળ કર્યા. પ્રસ્તુત પુસ્તકમાં એ પ્રવચન-પ્રવાસની નિત્યનોંધ સાથે સાથે વર્તમાન પત્રોમાં એમની મુલાકાત, રેડિયો પરના એમના પ્રોગ્રામ, ક્રુગર નેશનલ પાર્કની મુલાકાત, મા સર્વેશ્વરીની સુશીલાબેન ગાંધી સાથેની અંગત મુલાકાત, તથા દક્ષિણ આફ્રિકા વિશેની અન્ય માહિતી પણ આવરી લેવાઈ છે. પુસ્તકના વાંચનથી જનતાને દક્ષિણ આફ્રિકામાં પૂ. યોગેશ્વરજી દ્વારા થયેલ કલ્યાણકાર્યનો પરિચય મળશે. |
|