if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જય ભાગ્યવિધાતા ભારતના વસુધાના જીવનપ્રાણ ખરે,
જય સંકટનાશક સુખદાયક દારિદ્રયવિદારક શાંત હરે !
રસજ્યોત જગતના તિમિર મહીં, સુરસરિતા મધુ મરુભૂમિ તણી;
જીવન મૃતના જડ ચેતનધન સાર અસાર સમષ્ટિ મહીં.

વર્ષા રસની ગ્રીષ્મે મધુરી, પાવનતારક જય વિશ્વપિતા,
અદભૂતકર્મી અવિચલધર્મી અવિકારી કરુણાની કવિતા.
સત્યવ્રતી પ્રેમઅહિંસાત્મક માંગલ્યભુવન ત્રિભુવનપાલક,
ઉદ્ધારક જનના સેવક હે જયજય ચિંતાક્લેશ વિનાશક !

જય પુણ્યશ્લોક જય પરમલોકજન પ્રબુદ્ધ પ્રાણ મનુષ્ય તણા,
જય દીનબંધુ પાવિત્ર્યસિંધુ વિશ્રામપ્રેરણા પીડિતના !
સંતપ્તશાંતિ અણમોલકાન્તિ, અમૃતયાત્રી અમૃતમય હે,
જયજય વિરાટ ચેતનપ્રપાત, યુગયુગ જીવો આ વિશ્વ વિષે !

*

કિરણ મધુર રેલીને કોટી હણ્યા તિમિરથરને જગના,
નવચેતનાની કેડી કીધી મંગલ માનવના પથમાં;
પરબ પ્રેરણા કેરી માંડી શાશ્વત સીંચી સ્નેહસુધા,
વંદન શતશત સ્નેહે તમને ભારતભાસ્કર વિશ્વપ્રભા !

અનાથને આધારો અર્પ્યા ચેતન તેમ અચેતનને,
પ્રેરકપથપ્રદર્શક પાંથતણા બન્યા જટિલ આ વિશ્વ વિષે;
જ્યોત બનીને ઝળક્યા પાવન આલોકિત અંતર કરતાં,
વંદન શત શત સ્નેહે તમને ભારતભાસ્કર વિશ્વપ્રભા !

અશ્રુ લૂછ્યાં આર્તજનોનાં કરુણાક્રંદન શાંત કર્યાં,
શીતળછાંય ધરી અમૃતમય અંતરના સંતાપ હર્યા;
વડવાનલને ઠાર્યા દ્વેષે વરસ્યા રસવાદળ બનતાં,
વંદન શતશત સ્નેહે તમને ભારતભાસ્કર પુણ્યપ્રભા !

અમર રહો સત્કર્મ અનેરાં, અમર રહો ભારતમાતા,
સંસ્કૃતિ અમર રહો રાષ્ટ્રતણી વિજયી ત્રિભુવનવિખ્યાતા;
મટો ગુલામી માનવ કેરી શમો અશાંતિકરાળવ્યથા,
વંદન શતશત સ્નેહે તમને ભારતભાસ્કર વિશ્વપ્રભા !

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.