Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આવે નહીં રવિ સમસ્ત વસુંધરાના
બેસે પ્રમાદભર ત્યાં લગ લોક સર્વે ?
ઘેરા અશાંતિથરને નવ ભેદવા ને
સ્વલ્પે પ્રકાશ ધરવો જગમાં અનેરો ?

ક્લેશો કુસંપ વડવાનલ વેદનાના
પીડી રહ્યા મનુજને નવ ઠારવાને
સ્નેહાર્દ્ર સિંચન કરી રસનું રહેવું,
ના માધુરી ગરલમાં ભરવા જરાયે ?

એ જ્યોતિના પતિ ભલે પ્રકટે છતાંયે
અંધારના પડળ ત્યાં લગ ટાળવાને
સ્વલ્પે પ્રયત્ન કરવા નિજ દીપિકાથી;
ના યોગ્યતા અનિલ જોમભર્યા થવાની.

કિન્તુ પવિત્ર બનતાં લહરી હવાની
પૃથ્વી પ્રસન્ન કરવી મધુતા વહાવી.