if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમે પાછા ક્યારે ફરશો ?
મુરઝાયેલી માનવતાના માળી બનતાં વ્હારે
રેલવવા રસક્યારે રસને ફરી આવશો ક્યારે,
તમે પાછા ફરશો ક્યારે ?

પીડા પૃથ્વીપ્રાણે પાછી, એના એ ઉકળાટ,
ઘોર તમિસ્ત્ર છવાયાં સઘળે વ્યાપી જડતા-રાત;
પુણ્યપ્રભા પ્રકટાવી પ્રેમળ પવિત્ર ને રળિયાત
માનવને કહેવા વીસરાઈ એ જ ઐક્યની વાત,
પ્રકટ થશો પૃથ્વી પર પાછા પ્રાણ રેલવા ક્યારે,
તમે પાછા ફરશો ક્યારે ?

શમી સમસ્યાઓ ના સઘળી નવી સમસ્યા જાગે,
અશાંત અટવાયેલી અવની આર્ત અધિકતર લાગે;
શસ્ત્રોના સંચય વધતાં ને ભેદભીતિ ના ભાગે,
વસતો સુંદર વસુંધરામાં માનવ ના રસરાગે.
પ્રકટ થશો પૃથ્વી પર પાછા પ્રાણ રેલવા ક્યારે,
તમે પાછા ફરશો ક્યારે ?

અપૂર્ણ મૂકી ગયા કાર્યને પૂરણ કરવા પ્રેમે
પાછા ફરો કરીશું સ્વાગત નેહનીતરતાં નેને;
જરી જુઓ તો તમે ચાહતા શું ને આજ થયું શું,
ભારત ને મનુકુળના ભાગે આજે રિક્ત રહ્યું શું ?
પુષ્પો પાથરશું પંથમહીં વધાવતાં મધુમાળે.
તમે પાછા ફરશો ક્યારે ?

એક મહામાનવને માગે મ્લાન મહીમંડળ આ
યુગોતણો ઈતિહાસ સર્જવા ઝંખે છે અંતરમાં;
પ્રકટો કે આશીર્વાદ ધરો વિભૂતિ કોઈ જાગે
રંગી દે અંતરને એના અભિનવ શાશ્વત રાગે,
ત્રુટિત સિતારી સાંધી છોડે દિવ્ય સુરાવલિ તારે,
તમે પાછા ફરશો ક્યારે ?

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.