લાભ જ લેવો હોય તો
MP3 Audio
લાભ જ લેવો હોય તો બેસોને એકાંતમાં
કૂંચી રે બતાવું અપાર રે,
એ કૂંચીથી બ્રહ્મનાં તાળાં ઉઘડે
ને લાગે ભજનમાં એક તાર રે .... લાભ જ લેવો હોય તો
પ્રથમ મુખ્ય ધારણ રાખો ને
દશાને રાખો ગંભીર રે,
નિયમ બારુ બોલવું નહીં ને
ધારણા રાખવી ધીર રે .... લાભ જ લેવો હોય તો
આહાર તો સર્વ સત્વગુણી કરવો
ને રૂડી પાળવી રીત રે,
ગુરૂજીના વચનને મૂકવું નહીં
ને રાખવી પરિપૂર્ણ પ્રીત રે ... લાભ જ લેવો હોય તો
ખટમાસ એકાંતે આસન જીતવું
ત્યારે અર્ધો યોગ થ્યો કહેવાય રે,
ગંગા સતી એમ રે બોલિયા
પછી અભ્યાસ વધતો જોને જાય રે .... લાભ જ લેવો હોય તો
- ગંગા સતી
Comments
ત્યારે અર્ધો યોગ થ્યો કહેવાય રે,..."
એનો મતલબ કે ખટમાસ નો મતલબ ૬ મહિના ની અંદર કોઇ પણ એક આસન સિધ્ધ કરવું. કોઇ પણ એક આસન (દા.ત. પદ્માસન)માં તમે ૩ ક્લાક સુધી સ્થિર રહી શકો તો તે આસન સિદ્ધ થયું કહેવાય. આ આસન સિદ્ધિ થઈ જાય તો તમે અડ્ધો યોગ સિધ્ધ કર્યો કહેવાય.
આ મારી સમજ પ્રમાણે છે. જાણકાર આના ઉપર વધુ પ્રકાશ પાડી શકે.
Thanks for sharing these Bhajans.
Would like to understand meaning of below verse.
"ખટમાસ એકાંતે આસન જીતવું
ત્યારે અર્ધો યોગ થ્યો કહેવાય રે,..."
Regards, Santosh