Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ રે,
ને સમજીને રહીએ ચુપ રે,
લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે,
ભલે હોય શ્રીમંત કે ભૂપ રે …. કુપાત્રની પાસે ..

ભજની જનોએ ભક્તિમાં રે’વું ને,
કરવો સ્મરણ નિરધાર રે….
અજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને,
બાંધવા સૂરતા કેરા તાર રે … કુપાત્રની પાસે

ઉપદેશ દેવા તો પ્રથમ ભક્તિ દેખાડવી
ને ગાળી દેવો તેનો મોહ રે,
દયા કરીને તેને પાત્ર બનાવો ત્યારે,
રાખવો રે એમાં ઘણો સ્નેહ રે … કુપાત્રની પાસે

સંશય ટળે ને મનડું ગળે ને
રાખે નહીં કોઈના પર દ્વેષ રે,
ગંગા રે સતી એમ બોલિયાં
એવાને દેખાડવો હરિનો દેશ રે … કુપાત્રની પાસે

- ગંગા સતી

Comments

Search Reset
1
Bharatbhai Panchal
11 years ago
ગંગા સતીના ભજનો મનને પ્રભુ સાથે જોડી દે છે. આભાર.
Like Like Quote
1
Amresh Shah
14 years ago
Thank you sooooooooooooooo muchhhh for bhajans.
Like Like Quote
1
Sanatkumar Dave
14 years ago
ગંગાસતી પાનબાઈનું એક ભજન - વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થાશે રે - સાંભળ્યું હતું અને પછી એક બહેને આ નવું ભજન આપ્યું, અને તેની લીંક પણ આપી. હવેથી સ્વર્ગારોહણ પરથી જે કાંઈ નવું ભજન કે વિચાર રજૂ થાય તો મને જાણ કરવા વિનંતી. આભાર.
Like Like Quote

Add comment

Submit