Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અસલી જે સંત હોય તે ચળે નહીં

MP3 Audio

અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ
કપટ નહીં મન માંહ્ય જી,
ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે
પ્રજ્ઞી પુરુષ કહેવાય જી.

દેહ રે મૂકે પણ વચન તૂટે નહીં ને
ગુરુજીના વેચાયે વેચાય જી
બ્રહ્માદિક આવી જેના પારખાં રે લેવે તોયે
આ મરજીવા જીવી જાય જી ... અસલી જે સંત

અમરીયા બની જે નિતનિત ખેલે રે
મરવું તો આળપંપાળ જી
ત્રિવિધિનાં તાપમાં જગત બળે છે પણ
એને લાગે નહીં જરી જોને ઝાળ રે ... અસલી સંત.

જીવનમરણની ફેર્યું જેણે ટાળ્યું ને
લાભ ને હાનિ મટી જાય જી,
આશા ને તૃષ્ણા જેને એકે નહીં ઉરમાં
ભક્ત પરમ એ કહેવાય જી ... અસલી સંત

મનથી રે રાજી તમે એમ જ રહેજો
તો રીઝે સદા નકળંક રાયજી
ગંગાસતી એમ બોલિયા રે પાનબાઈ
અસલી રે સંત ઈ ગણાય જી ... અસલી જે સંત

- ગંગા સતી

Comments

Search Reset
1
Jagdish Shah
4 years ago
Spiritual, or adhyatme brought from previous life, and in this definitely circumstances come exist, so similarly ways Gangasati and Kalasang come together and in short life, both precious bhajan to human, Definitely we Gujarati people must preserve this bhajan of Ganga sati
Like Like Quote
1
Vaibhav Patel
9 years ago
Khub sundar bhajan chhe. Koi janavshe ke aatlo sundar avaj kono chhe? Love to listen more from this singer.
Like Like Quote
4
Shashi Bhagat
9 years ago
વાણી તો બહુ રસીલી હોય, ગંગાસતી તો બહુ જ શીખાડી ગયા પણ તે રસ્તે જવા માટે તો છેલ્લા જાગતા પુરુષનો દોર જોઈએ, અને ત્યારે જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. ફક્ત ભજન સાંભળવાથી તો મનને મનાવવાની વાત થઇ. જ્યાર સુધી સુરતા શબ્દને લઈને ગગનમાં ના ચડે ત્યાં સુધી જ્ઞાન ન થાય.
Like Like Quote
0
Vaibhav Patel
10 years ago
can someone tell me who is the singer of this bhajan? Asli Je sant hoy te - ganga sati
Is there all ganga sati bhajans available in his voice?
Like Like Quote
3
Hema Shah
12 years ago
ગંગા સતીના ભજનો સાંભળી શકતા નથી તો શું કરવું જોઈએ તે જણાવશો તો આપનો ખુબ ખુબ આભાર ...

(Please check out FAQ/Help Page - admin)
Like Like Quote
1
Hina Maniar
14 years ago
Brings our previous generation's wish to bring our culture to new generation all around the world ! They must be giving blessing to u!! best thoughts best job!!
Like Like Quote
2
Dhaval Babariya
14 years ago
આ કલિયુગમાં મનુષ્યએ પોતાની જાતને પામીને પરમાત્મા સુધી પહોચ્વા માટેનો જે રસ્તો છે તેની ગંગા સતી એ ખુબ જ સરસ રીતે રજુઆત કરી છે. આવું સરસ સાહિત્ય મુક્વા બદલ તમારો ખુબ ખુબ અભાર. જય શ્રી ક્રુષ્ણ.
Like Like Quote
4
Shailesh Pansuriya
14 years ago
આવું સારું સાહિત્ય ઓનલાઈન મૂકવા બદલ તમારો ખુબ ખુબ આભાર.
Like Like Quote
2
I P Goswami
14 years ago
kahalsang was from samadhiala
Like Like Quote
3
I P Goswami
14 years ago
Excellent info. Very good collection. How to get the downloads and mp3?
Like Like Quote
5
Manish Joshi
15 years ago
ગંગા સતીની વાણી એટલે આજના યુગને પણ વિચારતા કરી મૂકે. અને મારા માટે તો અમૃત કરતા પણ વધારે કીમતી છે. બાપા સીતારામ.
Like Like Quote
1
Guest
15 years ago
How to get mp3 audio of Ganga sati bhajan.
Like Like Quote

Add comment

Submit