Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
કળજુગમાં જતિ સતી સંતાશે ને
કરશે એકાંતમાં વાસ રે,
કુડા ને કપટી ગુરુ ને ચેલા
પરસ્પર નહીં વિશ્વાસ રે ... કળજુગમાં

ગુણી ગુરુ ને ચતુર ચેલો પણ
બેયમાં ચાલશે તાણાવાણ રે,
ગુરુના અવગુણ ગોતવા માંડશે ને
ગાદીના ચાલશે ઘમસાણ રે ... કળજુગમાં

ચેલકો બીજા ચેલા પર મોહશે ને
પોતે ગુરુજી થઈને બેસે રે,
ગુરુની દિક્ષા લઈ શિક્ષા ન માને
જ્ઞાન કે ગમ નહીં લેશ રે ... કળજુગમાં

ચેલો ચેલા કરી કંઠીઓ બાંધશે ને
બોધમાં કરશે બકવાદ રે,
પેટને પોષવા ભીખીને ખાશે ને
પુરુષાર્થમાં પરમાદ રે ... કળજુગમાં

ધનને હરવા છળ કરશે ને
નિતનવા ગોતશે લાગ રે,
આસન ઉથાપી કરશે ઉતારા ને
વિષયમાં એને અનુરાગ રે ... કળજુગમાં

વાદવિવાદ ને ધરમકરમમાં
ચૂકશે નહીં કરતા એ હાણ રે,
ગંગાસતી કહે એવાથી ચેતજો
કલજુગના જાણી પરમાણ રે ... કળજુગમાં

- ગંગાસતી

Comments

Search Reset
0
Nitesh
3 years ago
શું વાત છે..... આજના યુગમાં આ પ્રકારના જ્ઞાન ને સાચવી સૌ માટે ઉપલબ્ધ કરી આપ્યા એ બદલ તમારો ખુબ ખુબ આભાર.
Like Like Quote

Add comment

Submit