Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હિમાલય અમારો, હિમાલય અમારો,
નથી આજનો, છે યુગોથી અમારો,
મહા દેશકેરા મુકુટનો ઝગારો. ... હિમાલય અમારો.

રચ્યાં શાસ્ત્ર ત્યાં દિવ્ય જ્ઞાની જનોએ,
તપ્યા સિદ્ધ યોગીન્દ્ર કેરા ગણોયે,
બન્યો રાષ્ટ્રરક્ષક પરમ એ અમારો ... હિમાલય અમારો.

વહી ગંગ જેવી નદી કૈંક એથી,
બન્યો દેશ ફળદ્રુપ અત્યંત તેથી,
સુશોભિત બન્યો એ તુષારે રૂપાળો ... હિમાલય અમારો.

ઘણાં ચીડ ને દેવદારે ભરેલો,
વળી તેજમલ ને ચિનારે છલેલો,
ગુરૂ ને પિતા તેમ સંગી થનારો ... હિમાલય અમારો.

અમે રક્ષશું એહને સૌ મળીને,
જરૂરત પડ્યે પ્રાણ-પ્યારા ધરીને,
અમારો હિમાલય ન કો’નો થનારો ... હિમાલય અમારો.

- શ્રી યોગેશ્વરજી