Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
ડંકા-નિશાન, આજ ડંકા-નિશાન,
યુદ્ધતણા વાગે છે ડંકા-નિશાન !
ખૂણે ખૂણેથી આજ આવો જવાન ! ... યુદ્ધતણા.

રણભેરી રાષ્ટ્રમહીં વાગી રહી છે,
વીરહાક ગૌરવથી ગાજી રહી છે,
હાક સામે મારીને આવો જવાન ! ... યુદ્ધતણા

જીવનની લાલસા ન રાખશો જરી હવે
મરશો તો વીર બની જન્મશો ફરી ભવે,
જન્મભૂમિને કરીને આવો પ્રણામ ! ... યુદ્ધતણા

ડરપોક હોય તે ડગલું ભરે નહીં,
શૂરવીર અંત લગી કેમે ચળે નહીં,
મારી હઠાવી દો, રિપુને તમામ ... યુદ્ધતણા.

જન્મીને લૂણ ઘણું ધરતીનું ખાધું,
કરવા હલાલ તેને ભાગ્ય હવે લાધ્યું,
પાછી પાની ના જો જો કરતાં જવાન ! ... યુદ્ધતણા.

- શ્રી યોગેશ્વરજી