Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
સૌથી પ્યારી છે આઝાદી, સૌથી છે પ્યારી.

એને કાજે અમે જિંદગી સદા રહ્યા ધારી,
મિલકત બધી અમારી એના પર જઈએ વારી. ... સૌથી પ્યારી

પશુ, પંખી પણ જેને ઝંખે, ઔષધિ યે ન્યારી,
પ્રાણથકી પ્યારી એ અમને નવજીવન ક્યારી ... સૌથી પ્યારી.

પરાધીનતામાં શાંતિ નહીં, કેદસમ અકારી,
સોનાને પીંજર પણ પંખી, રહે આંસુ સારી ... સૌથી પ્યારી.

ધન-વૈભવ સંપત્તિ સઘળું, એના પર ઢાળી,
ભલે જિંદગી કદી જઈએ, એ માટે હારી ... સૌથી પ્યારી.

- શ્રી યોગેશ્વરજી