Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
આસુરી બળને મારી હઠાવો પૂરા જોમથી;
દાનવના દળને ભાગી કાઢોને પૂરા જોમથી, .. આસુરી બળને.

જોઈ રહ્યા શું વીરો ! લૂટારા ટોળાં આવ્યાં હિમાલય પાર પરદેશથી,
ધાડપાડુ જેવા પેઠા દગો દઈ તમને દેશે, ઓચિંતા એ છન્નવેશથી,
ભગાડી એને કાઢો તમારી પ્યારી ભોમથી ! ... આસુરી બળને

છેક છે અનીતિવાળા, અનાચારી ને અધર્મી, જો જો સત્કારો ના રે’મથી,
સામ્રાજ્ય-લાલસાના મૂર્તિમંત રૂપ જેવા, ભરખી જવાના આવ્યા નેમથી,
સત્કારો રાતાં રોષે ભરેલા રોમરોમથી ... આસુરી બળને

હિરણ્યાક્ષ બન્યા છે વારસના જેવા એ તો, માયાવી દૂત જેવા પ્રેતના,
પહોંચાડો કાળ પાસે ચપટી વગાડતામાં, રગદોળી દો ને સૌને રેતમાં.
બચી શકે ના ભલેને લડી લે ધરતી-વ્યોમથી ... આસુરી બળને.

- શ્રી યોગેશ્વરજી