Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
ઓ ભારત, તારી શાન રહો !
પાંચ ખંડની પૃથ્વીમાં તું,
અવિચળ એવું સ્થાન લહો ! ... ઓ ભારત

વેઠે આજ વિપત્તિ ભારે,
વખત થયો વિપરિત અહો !
વાદળ જેમ જ વહી જાવ એ,
શાંતિ સમીર બધેય વહો ! ... ઓ ભારત

ગૌરવભેર ધપો આગળ તું,
સૌને સાંત્વન-શબ્દ કહો,
આઝાદ રહી યુગોયુગ લગી,
નીતિ-ધર્મને નિત્ય ચહો ! ... ઓ ભારત

- શ્રી યોગેશ્વરજી