Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
જાણે કુંભકર્ણ ગયો હવે જાગી.
લોહી છલ્યાં લોચનિયે ઘૂરકી રહ્યો એ,
લાંબી નીંદરડીને ત્યાગી. ... જાણે

લાખો ઉપાયે બેઠો થતો ના,
મોહિની અજબ એને લાગી,
સર્વભક્ષી બનીને મોઢું ફાડ્યું હવે,
ભોગ રહ્યો ભારેખમ માગી ... જાણે

તણખા ઉડે છે એના પ્રાણમાંથી પ્યાસના,
બની ગયો રિપુકેરો રાગી,
અટ્ટહાસ કરે ત્યાં તો ધરણી ધ્રુજે આ,
ડોલે છે ડુંગરા અનાદિ ... જાણે

થર થર થર કંપવાની દુશ્મનની કાયા,
વીણા વીરત્વકેરી વાગી,
ભ્રમણા શમી ગઈ ને ભીતિ મટી ગઈ,
ભેદભાવ ગયા બધા ભાગી ... જાણે

જોજે ના ઉંઘતો ફરી વાર વીર, તું
સ્વપ્નાં સેવી વરણાગી,
લૂંટી રહ્યો છે તારી ભોમકાને પેલો,
નિર્લજ્જતાભર બાગી ... જાણે.

- શ્રી યોગેશ્વરજી