Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
અવસર આવ્યો આજ અવસર આવ્યો,
કુરબાની કરવાનો અવસર આવ્યો !

શોણિતના છાંટણા ઉડે છે આભલે,
લેવાને લ્હાણ જુઓ અવસર આવ્યો ! ... કુરબાની

માતૃભૂમિ માટેના જંગે ઝઝૂમવા,
સંદેશો દેશ આજે આખો લાવ્યો ! ... કુરબાની

નીંદરડી સોનેરી સેવી વર્ષો લગી,
એટલે તો દુશ્મન આરંભે ફાવ્યો ... કુરબાની

ઉઠો, રાષ્ટ્રચરણોમાં સઘળું સમર્પતા,
રાષ્ટ્ર-પ્રેમને ભલે હો આજે તાવ્યો ! ... કુરબાની

- શ્રી યોગેશ્વરજી