Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દેશપ્રેમ !

દેશમાં કરોડ માનવીનો માત્ર યોગક્ષેમ;
થાય શ્રેય સર્વનું અનેકરૂપ પૂર્ણ કેમ ?
એ જ છે અમારી નેમ ! ... દેશપ્રેમ

મંત્ર, બીજમંત્ર, એજ ઈષ્ટદેવતાય તેમ,
ધર્મ, સાધના, અનંત, સાધ્ય, ગૂઢ સિંધુ જેમ,
એ મહીં નહીં વ્હેમ ! ... દેશપ્રેમ

શબ્દને સુણી પ્રફુલ્લ થાય પ્રાણ આ સપ્રેમ;
કામના કરીએ એ થકી થઈ રહી ને હેમ,
દેશને સુહાવતા રહીએ દીર્ઘકાલ એમ ! ... દેશપ્રેમ

- શ્રી યોગેશ્વરજી