Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
દેશની હાકલ પડી તો, ભોગની પરવા નથી,
માતા તાણી હાકલ પડી તો, મોતની પરવા નથી.

દુશ્મન જનોએ દેશ પર છે આક્રમણ ઝેરી કર્યું,
માતા તણી છાતી ઉપર ખૂને ભર્યું ખંજર ધર્યું,
સ્વપ્નાં ગુલાબીને તજી દો, નીંદની પરવા નથી .... માતા તણી.

લાખો થવા ઘાયલ જતાં, લાખો ધપે ખપવા વળી,
લાખો તિલક કરતાં વધે રણ મોરચે રણ કેસરી,
પાણી બતાવી દો હવે તો, ઘા તણી પરવા નથી ... માતા તણી.

મર્દાનગીનો કાળ છે, કાયર બન્યે ના ચાલશે,
કરશો પ્રમાદ જરીક તો, દુશ્મન વધારે ફાલશે,
પરવશ કરો દુશ્મન બધા, પીડા તણી પરવા નથી ... માતા તણી.

આવો ખમીર બતાવવા, છે શૌર્યને તેડું થયું,
કાંઈક કરવા થનગનો, જીવન ન હો એળે ગયું.
પાછા વળો વિજયી બની, જીવનતણી પરવા નથી ... માતા તણી.

- શ્રી યોગેશ્વરજી