Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
સત્યતણો છે જયજયકાર ! ધર્મતણો છે જયજયકાર !

આરંભે સત્યતણો યાત્રી, ખાય ભલેને મોટો માર,
આખર વરે ખરે જ વિજયને, છોડ ન શ્રધ્ધા એ કદિકાળ! ... સત્યતણો

અસત્ય ફાલે, અધર્મ મ્હાલે, ભરે હરણના જેવી ફાળ,
કાયમ કાજે ટકી શકે ના, છોડ ન શ્રદ્ધા એ કદિકાળ ! .... સત્ય તણો

પ્રદેશ જંગી ભલે પચાવે, ફેલાવે ચોદિશ ને આણ,
એક દિવસ તો આસન ડોલે, ખતમ થાય છે એનો પ્રાણ! ... સત્ય તણો

અવમાન તથા નિંદા આવે, ભોગ આપવો પડે કરાળ,
ભરખી જાય અસતને અંતે, બની બની ને ઝેરવરાળ ! ... સત્ય તણો

વેરાન મહીં બાગ બને ને રણમાં વન કેરો સંસાર,
વસંત ખીલે નવજીવનની, છોડ ન શ્રદ્ધા એ કદિકાળ! ... સત્ય તણો

- શ્રી યોગેશ્વરજી