Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
લઈ મોતને હાથમાં વ્રજજ કરતાં પ્રાણ,
જવાન ચાલ્યા દેશને અર્પણ કરવા જાન.
અંગારા આંખે ભર્યા, જવાળા અંગ કરાળ,
અનલ રહ્યો આત્મા મહીં, એની શ્વાસોશ્વાસ વરાળ.

આજ ધરતીની વીર હાક વગી જવાનિયા, જાવ જાગી !
કાળ ઊભો છે બારણે તમારે, પ્રચંડ બલિ ને માગી.
આજ સળગી છે ડુંગર માળા, સરિત-સ્ત્રોતની ધારા,
શસ્ત્ર ધારી લો હાથમાં તમારા, બખ્તર પહેરી ન્યારા.

ડરશો કે ડગશો નહીં, શૂરા ને સંગ્રામ,
વીર બની જહાલજો, ભરી આશ ને હામ,
પત્થર ના પેદા થયા, હીરા રૂપ થયા,
સાબિત કરજો આજ કે કાળ કરાળ બન્યા.

આ તો ભારતની ભોમકા તમારી, રહી તમોને પાળી,
આજ માગી રહી કુરબાની, સર્વસ્વને દો વારી !
જાગ્યા દાવાનલ દેશમાં ભારી, ઉલ્કા કે પડ્યા લાગે,
જાવ દોડી જવાંમર્દ લાખો કે રણશીંગા વાગે !

- શ્રી યોગેશ્વરજી