Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
જવાનો દેશના શૂરા મોરચાપે લડી રહ્યા,
એમને કાજે કૈં આપો, શત્રુ સાથે લડી રહ્યા.

સંગ્રામ ત્યાં ભીષણ છેક વ્યાપ્યો,
ને યંત્રણામાં સબડી રહેલા
જવાન રક્ષે નિજ માતૃભૂમિને,
ઉત્સાહ ના આજ મપાય માપ્યો.

હિમગિર-શિખરોની તીક્ષ્ણ ઠંડી સહીને,
વતન-ફરજ વીરો ધૈર્ય સાથે બજાવે,
કઠિન ગિરિવરોની ગોદમાં યુદ્ધ કેરા
અનલ સતત જાગ્યા, શૌર્ય સાથે સમાવે.

સહાય એમને કાજે કરો ઓ દેશના જનો !
પોકાર એમ પાડે છે સેવકો માર્ગમાં ઘણો.

ત્યાં તો કોઈ અભણ સરખો માનવી માર્ગમાંથી,
અંધારાના પડળ પરથી તેજની રેખ જેવો,
આગે આવે, વિમલ નયને સેવકોને નિહાળે,
કાઢી આપે તરત ફરતું વસ્ત્ર ને અંગમાંથી,

જવાનો દેશના શૂરા, મોરચાપે લડી રહ્યા,
કામળો તેમને માટે આપું છું, વચનો કહ્યાં !

- શ્રી યોગેશ્વરજી