Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
કેસરિયાં કરો, ઓ ભાઈ, કેસરિયાં કરો,
દેશની રક્ષાને કાજે કેસરિયાં કરો !
દુશ્મનના રક્ત થકી ખપ્પર ભરો,
દેશની રક્ષાને કાજે કેસરિયાં કરો !

જાગો પ્રમાદ તજી કુંભકર્ણ નીંદથી,
ધાડાં રિપુનાં આવ્યાં ધરતીપે હિંદની,
વાગી રણભેરી હવે શાને ડરો ? ... દેશની રક્ષા કાજે.

શૂરા હશે તે જ સંગ્રામો જીતશે,
દુશ્મનને કાળ જેમ ક્રોધ કરી વીંટશે,
વીરલા બનીને પ્રાણ રિપુના હરો !
દેશની રક્ષાને કાજે કેસરિયાં કરો !

દેશતણી રક્ષા એ ધર્મ-ધ્યાન આજ છે,
આખાયે દેશ તણો એક જ અવાજ છે,
મરવું પડે તો મારી કૈં ને મરો ... દેશની રક્ષા કાજે.

પાછી પાની જો જો કરશો ના આજ તો,
વાદળા શા ઘોર કરી ગર્જના ગાજજો,
જીવન સાફલ્ય આજે સૌનું કરો,
દેશની રક્ષાને કાજે કેસરિયાં કરો !

- શ્રી યોગેશ્વરજી