Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
શું કાયર બનતાં બેઠા ચિંતા ધારી ?
લો શસ્ત્ર, બનો બહાદુર, દો રિપુને મારી !
છે બહાદુર એ તો, તમે નમાલા ક્યાં છો !
લલકાર કરો કંપે દુશ્મનના દળ તો !

આ દુનિયા છે ના કાંઈ નામર્દોની,
છે બની હંમેશા કાજ જવાંમર્દોની,
જે ધરતીના પર શ્વાસ તમે છે ધાર્યો,
ના પ્રાણ જાય તે ધરતીનો સંહાર્યો.

તે માટે ઊઠો, પરિશ્રમ કરવા આજે,
રે આંખ ફાડતાં દેખ્યે જીવન લાજે !
દે દુશ્મન દ્વેષી ભલે તમોને તાળી,
છે આજ તમારા ભાગ્યોદયની વારી !

- શ્રી યોગેશ્વરજી