ભારતનો જયકાર, જગમાં ભારતનો જયકાર.
નિત્ય હજો જયકાર, જગમાં ભારતનો જયકાર.
શાંતિતણો દૂત બની બનજો, જગત તણો પ્રતિપાળ,
દૈવી દેશ અમારો ભરજો, પ્રગતિ પંથ પર ફાળ ... ભારતનો
ભેદભાવ સઘળાંય શમાવી, પાવ પ્રેમ રસધાર,
શાંતિ તેમ સુખ સૌને આપો, આપો શ્રેષ્ઠ વિચાર. ... ભારતનો
કરવા રક્ષા તેમજ એનો કરવાને ઉધ્ધાર,
યત્ન કરીએ, ખપી જઈએ, કરતાં જય જયકાર ... ભારતનો
- શ્રી યોગેશ્વરજી

