Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
કોની છે તાકાત કહોને, કોની છે તાકાત ?
કરવા બંધનગ્રસ્ત અમોને,
પીડિત કરવા ફરી કહોને;
કોણ ઘડે છે ઘાટ, કહોને, કોની છે તાકાત ?

મારી અમે હઠાવી દીધી
સલ્તનતો સંહારી દીધી;
તો પણ હડપી જવા અમોને,
કોણ કરે છે વાત, કહોને, કોની છે તાકાત ?

કરોડ ભેગા હાથ થયાં છે,
નાદ જગાવી કંઠ રહ્યા છે;
પ્રજા થઈને એક અમારી,
ઊભી દિન ને રાત, કહોને, કોની છે તાકાત ?

મોત માગતા હો આજે જે,
કાળી નજર કરે મૂરખ તે;
આક્રમકોને હઠાવવાના
જો ના માને વાત ! કહોને, કોની છે તાકાત ?

- શ્રી યોગેશ્વરજી