Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
વસુધા એક કુટુંબસમી છે !
પાત્ર અનેક પ્રજાનાં કિન્તુ,
અંદર એનું એ જ અમી છે ! ... વસુધા

રંગ-રૂપ-ગુણ ભિન્ન ભલે હો,
પ્રાણ એક છે અંદરનો તો,
એક જ માત-પિતાનાં બાળક,
એકતાતણી ના જ કમી છે ! ... વસુધા

માળા જુદા ભલેને લાગે,
રહે નહીં કે સઘળાં રાગે,
એક જ તરુવરનાં સૌ વાસી,
વિદ્વાનોને વાત ગમી છે ... વસુધા

સરિતા જુદી જુદી હો તોયે,
સમાય સાગરમાં સૌ કોયે,
ધ્રુવપદ એક જ એમ બધાનું,
પ્રકૃતિ રાસ રસાળ રમી છે ... વસુધા

- શ્રી યોગેશ્વરજી