પ્રશ્ન : મને મારા ગુરૂ તરફથી જે મંત્ર મળ્યો છે તે મંત્ર પ્રમાણમાં મોટો હોવાથી જલદી કંઠસ્થ થતો નથી. તો તેને બદલે 'શ્રીકૃષ્ણઃ શરણં મમ’ જેવો બીજો મંત્ર સદાકાળ જપતા રહેવાય તો સફળતા મળે કે નહિ ?
ઉત્તર : તમારો પ્રશ્ન મુદ્દાનો છે, ને સાધકો કે ભક્તોના વિશાળ વર્ગને સ્પર્શે છે. કેટલાય સાધકોને તમારા જેવી શંકા થતી હોય છે. ગુરૂએ આપેલો મંત્ર લાંબો હોય, અથવા તો ટૂંકો હોવા છતાં પણ કોઈ કારણથી ના રુચતો હોય તો પોતાની રુચિ કે પસંદગી પ્રમાણેનો બીજો મંત્ર જપવામાં હરકત કે દોષ નથી. મંત્રના જપથી જે સફળતા મળે છે તે તો જપના પરિણામે થતી હૃદયની નિર્મળતાથી તથા એકાગ્રતાથી અને તેને લીધે થતાં પરમાત્માને માટેના પ્રેમથી મળે છે. એટલે એ મુદ્દાને લક્ષમાં રાખીને શ્રદ્ધાભક્તિપૂર્વક નિયમિત જપ કરશો તો જરૂર લાભ થશે. જપ જડ કે યાંત્રિક ના બની જાય તેનું ધ્યાન રાખજો. સાથે સાથે ગુરૂએ આપેલો મંત્ર મોટો હોવાથી જ પસંદ ના હોય તો, બીજા મંત્રની સાથે એ મંત્રની ઓછામાં ઓછી એક માળા તો ગુરૂના ઋણને યાદ કરીને જપજો જ.
પ્રશ્ન : ગુરૂએ આપેલા મંત્રનો ત્યાગ કરવામાં ગુરૂનો દ્રોહ નથી ?
ઉત્તર : બિલકુલ નહિ. બધા ગુરૂ શિષ્યની રુચિને જાણીને મંત્ર નથી આપતા. એટલે એ મંત્રને બદલી શકાય છે. હા બદલવાની ક્રિયા ચંચળતાથી પ્રેરાઈને વારંવાર ના કરવી જોઈએ. નહિ તો એનો કાંઈ અર્થ નહિ રહે. બાકી શંકાશીલ બનીને જપ કરવા કરતાં જપ બદલીને નિશંક રીતે આગળ વધવું સારું છે. ગુરૂના મંત્રનો સદંતર ત્યાગ કરવાની સલાહ હું નથી આપતો. એ વાત તો મારા પહેલાનાં પ્રત્યુત્તર પરથી જ સમજી શકશો.
પ્રશ્ન : ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં કહ્યું છે કે યોગસ્થ થઈને અને અનાસક્ત થઈને કર્મ કર. તો મને શંકા થાય છે કે, કર્મમાં રસ, એકાગ્રતા કે આસક્તિ જ ના રાખીએ તો કર્મ થઈ શકે જ કેવી રીતે ?
ઉત્તર : તમારી શંકા ગીતાના કથનને બરાબર સમજી લેશો તો મટી જશે. ગીતા એમ નથી કહેતી કે કર્મમાં રસ, એકાગ્રતા કે આસક્તિ ના રાખશો. કર્મ કરતી વખતે રસ અને એકાગ્રતાનો અનુભવ થાય તે જરૂરી છે. ગીતા એનો વિરોધ નથી કરતી. પરંતુ એ એક બીજી જ મહત્વની વાત તરફ અંગુલિનિર્દેશ કરે છે કે કર્મ કરનાર વ્યક્તિએ કર્મના પરિણામે પેદા થનારી અહંતા, મમતા, વિષયો માટેની આસક્તિ તથા રાગદ્વેષની વૃત્તિમાંથી મુક્ત રહેવું જોઈએ. એવી કળામાં એણે કુશળ બનવું જોઈએ. કર્મ કરો પરંતુ કર્મના સંગ, કે બંધનથી મુક્ત રહો, એવી ગીતાની સૂચના છે. એ રીતે સમજશો તો કર્મને રસ, એકાગ્રતા અને પૂરી ચીવટથી કરશો છતાં પણ એની વિધાતક અસરથી મુક્ત રહેવાની શક્તિ મેળવી લેશો.