કઠોપનિષદ

Adhyay 1, Valli 1, Verse 09-13

યમની મુલાકાત

तिस्त्रो   रात्रीर्यदवात्सीर्गृहे मे अनश्नन् ब्रह्मन्नतिथिर्नमस्य: ।
नमस्ते अस्तु ब्रह्मन् स्वस्ति में अस्तु तस्मात् प्रति त्रीन् बरान् वृणीष्व ॥९॥
tistro ratrir yadavatsir gruhe me anashnan brahman na tithir namasyah ।
namaste astu brahman svasti me astu tasmat prati trin varan vrinishva ॥ 9॥

शान्तसकल्प: सुमना यथा स्याद्वीतमन्युगौर्तमों माभि मृत्यो ।
त्वत्प्रसृष्टं माभिवदेत्प्रतीत एतत्त्रयाणां प्रथमं वरं वृणे ॥१०॥
shanta sankalpah sumana yatha syad vitamanyur gautamo mabhi mrutyo ।
tvat prasrishta ma'bhi vadet pratita etat trayanam prathamam varam vrine ॥10॥

પત્નીનાં વચનો સાંભળતા યમ ઊઠ્યો અર્ઘ્ય લઈને,
નચિકેતાને કહ્યું, દેવ છો, બ્રાહ્મણ, નમવાયોગ્ય તમે.
ભૂખે તરસે ત્રણ દિન મારા ઘરમાં તમે રહ્યા તેથી,
ત્રણ વરદાન તમોને આપું, અપરાધ મટે કે જેથી. ॥૯-૧૦॥
*
નચિકેતા પહેલું વરદાન માગે છે

यथा पुरस्ताद् भविता प्रतीत औद्दालकिरारुणिर्मत्प्रसृष्ट: ।
सुखं रात्री: शयिता वीतमन्युस्त्वां ददृशिवान्मृत्युमुखात्प्रमुक्तम् ॥११॥
yatha purastad bhavita pratita auddalakirar unirmat prasrushtah ।
sukham ratrih shayita vitamanyuh tvam dadrishivan mrutyu mukhat pramuktam ॥11॥

નચિકેતાએ પ્રથમ માગ્યું કે પિતા ક્રોધથી રહિત બને,
ઘેર જાઊં તો પુત્ર ગણીને મને પ્રેમ એ પરમ કરે.
યમદેવે ત્યાં કહ્યું, શોક ના કર તું તેનો, બાળક હે !
તને ઓળખી પ્રેમ કરીને સુશે પિતાજી રોજ સુખે. ॥૧૧॥
*
બીજું વરદાન

स्वर्गे लोक न भयं किञ्चनास्ति न तत्र त्वं न जरया बिभेति ।
उभे तीर्त्वाशनायापिपासे शेकातिगो मोदते स्वर्गलोके ॥१२॥
swarge loke na bhayam kinchan asti na tatra tvam na jaraya bibheti ।
ubhe tirtva'shanaya pipase shokatigo modate swargaloke ॥12॥

स त्वमग्नि स्वर्ग्यमध्येषि मृत्यों प्रब्रूहि तवं श्रद्दधानाय मह्यम ।
स्वर्गलोका अमृतत्वं भजन्त एतद् द्वितीयेन वृणे वरेण ॥१३॥
sa tvam agnim svargya madhyeshi mrutyo prabruhi tvam  shraddadhanaya mahyam ।
swarga-loka amrutatvam bhajanta etad dvitiyena vrune varena ॥13॥

સ્વર્ગલોકમાં ભય લેશ નથી, મૃત્યુ નથી, વાર્ધક્ય નથી,
ભૂખ પ્યાસ કે દુઃખ કૈં નથી, વર્ષા ત્યાં આનંદ તણી.
જે અગ્નિથકી એ સ્વર્ગ મળે તે અગ્નિ તમે જાણો છો,
શ્રદ્ધાળુ મને એ અગ્નિ વિશે કહો, અમર છે સ્વર્ગજનો. ॥૧૨-૧૩॥


We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.