अथ वायुमब्रुवन्वायवेतद्विजानीहि किमेतद्यक्षमिति तथेति ॥७॥
atha vayum abruvan vayav etad vijanihi
kim etad yaksham iti tatheti.
પછી વાયુને કહ્યું બધાએ, વાયુ તમે જલદી જાઓ,
જાણી લાવો કોણ યક્ષ છે; આજ્ઞા લૈ વાયુ ચાલ્યો. ॥૭॥
અર્થઃ
અથ - ત્યારે
વાયુમ્ - વાયુદેવને
અબ્રુવન્ - (દેવોએ) જણાવ્યું
વાયો - વાયુદેવ !
એતત્ - એ વાતની
વિજાનીહિ - માહિતી મેળવો
એતત્ - એ
યક્ષમ્ - યક્ષ
કિમ્ ઇતિ - કોણ છે
તથા ઇતિ - (વાયુએ કહ્યું કે) સારું.
ભાવાર્થઃ
એ અલૌકિક યક્ષની માહિતી મેળવવામાં અગ્નિદેવને સફળતા ના મળી એ કાંઇ જેવી તેવી વાત ન હતી. દેવો એથી વિસ્મિત બનીને વિચારમાં પડી ગયા. યક્ષના રહસ્યને જાણવાની એમની આકાંક્ષા વધારે તીવ્રતા પર પહોંચી. પરિણામે એમણે વાયુદેવને યક્ષની પાસે મોકલવાનો નિર્ણય કર્યો.