Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

सुग्रीव राम को मिलने चला
 
चरन नाइ सिरु बिनती कीन्ही । लछिमन अभय बाँह तेहि दीन्ही ॥
क्रोधवंत लछिमन सुनि काना । कह कपीस अति भयँ अकुलाना ॥१॥
 
सुनु हनुमंत संग लै तारा । करि बिनती समुझाउ कुमारा ॥
तारा सहित जाइ हनुमाना । चरन बंदि प्रभु सुजस बखाना ॥२॥
 
करि बिनती मंदिर लै आए । चरन पखारि पलँग बैठाए ॥
तब कपीस चरनन्हि सिरु नावा । गहि भुज लछिमन कंठ लगावा ॥३॥
 
नाथ बिषय सम मद कछु नाहीं । मुनि मन मोह करइ छन माहीं ॥
सुनत बिनीत बचन सुख पावा । लछिमन तेहि बहु बिधि समुझावा ॥४॥
 
पवन तनय सब कथा सुनाई । जेहि बिधि गए दूत समुदाई ॥५॥
 
(दोहा) 
हरषि चले सुग्रीव तब अंगदादि कपि साथ ।
रामानुज आगें करि आए जहँ रघुनाथ ॥ २० ॥


 
સુગ્રીવ રામને મળવા જાય છે
 
(દોહરો) 
ચરણે મસ્તક મૂકતાં અરજ કરી એણે;
હાથ ઉઠાવીને ધર્યું અભયદાન એને.
 
સુગ્રીવે હનુમાનને ક્રોધાતુર જાણી
કહી પવનસુતને ભરી વ્યાકુળતા વાણી.
 
હનુમાને તારા સહિત કરતાં પદે પ્રણામ
પ્રભુના સુંદર સુયશનાં સાદર કર્યાં વખાણ.
 
લાવી પછી મહેલમાં ધોઇ ચરણકમળ
સુગ્રીવને પગમાં પડી કહ્યાં કરુણવચન.
 
નાથ, વિષયસમ મદ નથી, વ્યાપે મુનિઓને
એક જ ક્ષણમાં, તો પછી છોડે તે કોને?
 
આલિંગનને આપતાં બંને સુખ માણ્યા;
હનુમાનમુખે દૂતના સમાચાર જાણ્યા.
 
ચાલ્યો હર્ષિત સુગ્રીવ અંગદાદિ કપિસાથ
લક્ષ્મણને આગળ કરી આવ્યો જ્યાં રધુનાથ.