अंगद और रावण का संवाद
सुनु सठ सोइ रावन बलसीला । हरगिरि जान जासु भुज लीला ॥
जान उमापति जासु सुराई । पूजेउँ जेहि सिर सुमन चढ़ाई ॥१॥
सिर सरोज निज करन्हि उतारी । पूजेउँ अमित बार त्रिपुरारी ॥
भुज बिक्रम जानहिं दिगपाला । सठ अजहूँ जिन्ह कें उर साला ॥२॥
जानहिं दिग्गज उर कठिनाई । जब जब भिरउँ जाइ बरिआई ॥
जिन्ह के दसन कराल न फूटे । उर लागत मूलक इव टूटे ॥३॥
जासु चलत डोलति इमि धरनी । चढ़त मत्त गज जिमि लघु तरनी ॥
सोइ रावन जग बिदित प्रतापी । सुनेहि न श्रवन अलीक प्रलापी ॥४॥
(दोहा)
तेहि रावन कहँ लघु कहसि नर कर करसि बखान ।
रे कपि बर्बर खर्ब खल अब जाना तव ग्यान ॥ २५ ॥
MP3 Audio
રાવણ અને અંગદ વચ્ચે સંવાદ
શઠ, હું તે રાવણ બળવાન જેના બાહુબળતણું જ્ઞાન,
છે હરને હરગિરિને તેમ શિરસુમને સાધ્યાથી ક્ષેમ.
ઉતારતાં શિરકમળ સપ્રેમ પૂજ્યા શિવ મેં વાર અનેક;
ભુજપ્રતાપ જાણે દિગપાલ ડરે સદાયે સમજી કાળ.
મદોન્મત્ત ગજ ઉપર ચઢે નૌકા નાની તો ડગમગે,
ડોલે ધરતી સ્પર્શે તેમ જેના જાણી સ્વામી જેમ,
જગપ્રસિદ્ધ રાવણ તે હું પરમપ્રતાપી સત્ય કહું,
પ્રલાપ તોપણ કેમ કરે, નથી સાંભળ્યું નામ ખરે ?
(દોહરો)
તે રાવણને લઘુ કહી નરનાં કરે વખાણ,
રે કપિ બર્બર તુચ્છ ખલ, એ તારું અજ્ઞાન.

