Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

अंगद और रावण का संवाद
 
अब जनि बतबढ़ाव खल करही । सुनु मम बचन मान परिहरही ॥
दसमुख मैं न बसीठीं आयउँ । अस बिचारि रघुबीष पठायउँ ॥१॥
 
बार बार अस कहइ कृपाला । नहिं गजारि जसु बधें सृकाला ॥
मन महुँ समुझि बचन प्रभु केरे । सहेउँ कठोर बचन सठ तेरे ॥२॥
 
नाहिं त करि मुख भंजन तोरा । लै जातेउँ सीतहि बरजोरा ॥
जानेउँ तव बल अधम सुरारी । सूनें हरि आनिहि परनारी ॥३॥
 
तैं निसिचर पति गर्ब बहूता । मैं रघुपति सेवक कर दूता ॥
जौं न राम अपमानहि डरउँ । तोहि देखत अस कौतुक करऊँ ॥४॥
 
(दोहा)
तोहि पटकि महि सेन हति चौपट करि तव गाउँ ।
तव जुबतिन्ह समेत सठ जनकसुतहि लै जाउँ ॥ ३० ॥

MP3 Audio

 
રાવણ અને અંગદ વચ્ચે સંવાદ
 
(દોહરો)  
વાત વધાર નહીં, સુણી વચન છોડ અભિમાન;
સંધિકાજ આવ્યો નથી, રામ કૃપાળુ મહાન,
 
વાંરવાર વદે હણ્યે શિયાળને નવ લેશ,
યશ વાધે મૃગપતિતણો; વચનો એ લંકેશ,
 
યાદ કરીને કટુ સહ્યા શબ્દો મેં તારા,
નહિ તો તારી મોતને ધરી હોત માળા.
 
નિશિચરપતિ ગર્વિષ્ઠ તું, રઘુપતિ સેવકદૂત,
હું ડરતો અપમાનથી રઘુનંદનના ખૂબ.
 
નહિ તો પટકીને તને સેનાને મારી,
વેરાન કરી નગરને યુવતીસહ તારી,
 
લઈ જાત ક્ષણ વારમાં સીતાને સાથ,
સદગતિ પામ્યો હોત તું સત્વર મુજ હાથે.