Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

रावण के मुँह से श्रीराम की बुराई सुनकर अंगद क्रोधित हुआ
 
जब तेहिं कीन्ह राम कै निंदा । क्रोधवंत अति भयउ कपिंदा ॥
हरि हर निंदा सुनइ जो काना । होइ पाप गोघात समाना ॥१॥
 
कटकटान कपिकुंजर भारी । दुहु भुजदंड तमकि महि मारी ॥
डोलत धरनि सभासद खसे । चले भाजि भय मारुत ग्रसे ॥२॥
 
गिरत सँभारि उठा दसकंधर । भूतल परे मुकुट अति सुंदर ॥
कछु तेहिं लै निज सिरन्हि सँवारे । कछु अंगद प्रभु पास पबारे ॥३॥
 
आवत मुकुट देखि कपि भागे । दिनहीं लूक परन बिधि लागे ॥
की रावन करि कोप चलाए । कुलिस चारि आवत अति धाए ॥४॥
 
कह प्रभु हँसि जनि हृदयँ डेराहू । लूक न असनि केतु नहिं राहू ॥
ए किरीट दसकंधर केरे । आवत बालितनय के प्रेरे ॥५॥
 
(दोहा)
तरकि पवनसुत कर गहे आनि धरे प्रभु पास ।
कौतुक देखहिं भालु कपि दिनकर सरिस प्रकास ॥ ३२(क) ॥
 
उहाँ सकोपि दसानन सब सन कहत रिसाइ ।
धरहु कपिहि धरि मारहु सुनि अंगद मुसुकाइ ॥ ३२(ख) ॥

MP3 Audio

 
રાવણના મુખે શ્રીરામની નિંદા સાંભળતા અંગદ ક્રોધીત બને છે
 
નિંદા સુણતાં રઘુપતિતણી અંગદ ક્રોધિત ગયો બની;
હરિહર નિંદા સુણતાં કાન પાપ થાય ગોઘાતસમાન.
 
કરી તરત કિકિયારી ઘોર કર્યો પ્રહાર બાહુનો ઓર;
ધરતી ડોલી અસુર હલ્યા, ભયથી નાસી સકળ ગયા.
 
રાવણ પડતાં ઊગર્યો માંડ, ચાલુ થયો મુકુટોનો કાંડ;
મુકુટ પડયા પૃથ્વી પર સર્વ, પહેર્યા થોડા તજતાં ગર્વ.
 
અન્ય મુકુટ પ્રભુપાસ ગયા, અંગદ દ્વારા ભેટ થયા;
વાનર ઉલ્કાપાત ગણી ચાર વજ્ર અથવા સમજી,
નીરખી એ ભયભીત બન્યા રામે ત્યારે વચન કહ્યાં.
 
(દોહરો)  
ઉલ્કાવજ્ર નથી, નથી રાહુ કેતુ કે આ,
રાવણમુકુટ જ અંગદે ફેંકેલા સઘળા.
 
હનુમાને મુકુટો સકળ મૂક્યા પ્રભુની પાસ;
જોતા કૌતુક ભાલુકપિ, સૂર્યસમાન પ્રકાશ.
 
બોલ્યો ક્રોધિત રાવણ વાનરને પકડો,
મારી નાખો, રીંછને કપિને સકળ હણો.