Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

अंगद श्रीराम के पास पहूँचा
 
नारि बचन सुनि बिसिख समाना । सभाँ गयउ उठि होत बिहाना ॥
बैठ जाइ सिंघासन फूली । अति अभिमान त्रास सब भूली ॥१॥
 
इहाँ राम अंगदहि बोलावा । आइ चरन पंकज सिरु नावा ॥
अति आदर सपीप बैठारी । बोले बिहँसि कृपाल खरारी ॥२॥
 
बालितनय कौतुक अति मोही । तात सत्य कहु पूछउँ तोही ॥
रावनु जातुधान कुल टीका । भुज बल अतुल जासु जग लीका ॥३॥
 
तासु मुकुट तुम्ह चारि चलाए । कहहु तात कवनी बिधि पाए ॥
सुनु सर्बग्य प्रनत सुखकारी । मुकुट न होहिं भूप गुन चारी ॥४॥
 
साम दान अरु दंड बिभेदा । नृप उर बसहिं नाथ कह बेदा ॥
नीति धर्म के चरन सुहाए । अस जियँ जानि नाथ पहिं आए ॥५॥
 
(दोहा)
धर्महीन प्रभु पद बिमुख काल बिबस दससीस ।
तेहि परिहरि गुन आए सुनहु कोसलाधीस ॥ ३८(क) ॥ 
 
परम चतुरता श्रवन सुनि बिहँसे रामु उदार ।
समाचार पुनि सब कहे गढ़ के बालिकुमार ॥ ३८(ख) ॥

MP3 Audio

 
અંગદ શ્રીરામ પાસે પહોંચે છે
 
સુણી શબ્દને શરના સમાન છોડયું દસકંધરે ના ગુમાન;
ભય ભૂલી પ્રગટતાં પ્રભાત ગયો સભામાં સચિવસંગાત.
 
રામે અંગદને બોલાવ્યો, આવી અંગદ ચરણોમાં નામ્યો;
ભાવે બોલ્યા બેસાડીને પાસે, પૂછું સત્યને સુણવાની આશે.
 
કુળતિલક જે રાક્ષસકેરું, બળ જેનું છે જગમાં અનેરું;
એવા મુકુટો રાવણકેરા ચાર પામ્યો ક્યાંથી તું શક્તિના સાર.
 
બોલ્યો અંગદ પ્રભુ સુખસાર, એ તો રાજાતણા ગુણ ચાર,
સામ દામ તથા દંડ ભેદ; વસે નૃપના ઉરે કહે વેદ.
 
(દોહરો)  
નીતિધર્મનાં ચરણ એ કહ્યાં નૃપતિનાં ચાર;
ધર્મ નથી રાવણમહીં એથી થયાં અસાર.
 
ધર્મહીન પ્રભુપદ વિમુખ કાળવિવશ દસશીશ,
એથી આવ્યા ગુણ તજી સુણો કોશલાધીશ.
 
સુણી ચાતુરી કપિતણી રઘુપતિ હસ્યા ઉદાર;
વાલિકુમારે તે પછી કહ્યા પુર સમાચાર.