Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

कालनेमि का नाश, हनुमानजी ने संजीवनी बुटी के लिए पर्वत उठाया
 
कपि तव दरस भइउँ निष्पापा । मिटा तात मुनिबर कर सापा ॥
मुनि न होइ यह निसिचर घोरा । मानहु सत्य बचन कपि मोरा ॥१॥
 
अस कहि गई अपछरा जबहीं । निसिचर निकट गयउ कपि तबहीं ॥
कह कपि मुनि गुरदछिना लेहू । पाछें हमहि मंत्र तुम्ह देहू ॥२॥
 
सिर लंगूर लपेटि पछारा । निज तनु प्रगटेसि मरती बारा ॥
राम राम कहि छाड़ेसि प्राना । सुनि मन हरषि चलेउ हनुमाना ॥३॥
 
देखा सैल न औषध चीन्हा । सहसा कपि उपारि गिरि लीन्हा ॥
गहि गिरि निसि नभ धावत भयऊ । अवधपुरी उपर कपि गयऊ ॥४॥
 
(दोहा)
देखा भरत बिसाल अति निसिचर मन अनुमानि ।
बिनु फर सायक मारेउ चाप श्रवन लगि तानि ॥ ५८ ॥

MP3 Audio

 
કાલનેમિનો નાશ, હનુમાનજી સંજીવની બુટ્ટી માટે પર્વત ઉઠાવે છે
 
કપિ, તુજ દર્શનથી નિષ્પાપ બની, મટયો મુનિવરનો શાપ;
મુનિ એ મથી, અસુર છે ઘોર, સત્ય વચન માની લે મોર.
 
અપ્સરા ગઈ વદતાં એમ, ચાલ્યા પવનપુત્ર સપ્રેમ;
બોલ્યા પ્રથમ દક્ષિણા લો, મંત્ર મને પાછળથી દો.
 
પટકયો પૃથ્વી પર તેને, પ્રાણ ટકી ન શકયો કેમે;
પ્રગટ કર્યું તન મરણસમે રામનામ લીધું અસુરે,
હરખી આગળ કર્યું પ્રયાણ હનુમાને એ સુણતાં વાણ.
 
ઓળખી શક્યા ઔષધિ ના હનુમંત પુનિત પર્વતમાં,
ઉપાડતાં ગિરિને હાથે અવધ પહોંચ્યા એ રાતે.
 
(દોહરો)  
વિશાળ રૂપ નિહાળતા નિશિચર અનુમાની,
માર્યું બાણ ફરા વિના ભરતે ધનુ તાણી.