हनुमानजी ने भरत को राम-लक्ष्मण का समाचार दिया
तात कुसल कहु सुखनिधान की । सहित अनुज अरु मातु जानकी ॥
कपि सब चरित समास बखाने । भए दुखी मन महुँ पछिताने ॥१॥
अहह दैव मैं कत जग जायउँ । प्रभु के एकहु काज न आयउँ ॥
जानि कुअवसरु मन धरि धीरा । पुनि कपि सन बोले बलबीरा ॥२॥
तात गहरु होइहि तोहि जाता । काजु नसाइहि होत प्रभाता ॥
चढ़ु मम सायक सैल समेता । पठवौं तोहि जहँ कृपानिकेता ॥३॥
सुनि कपि मन उपजा अभिमाना । मोरें भार चलिहि किमि बाना ॥
राम प्रभाव बिचारि बहोरी । बंदि चरन कह कपि कर जोरी ॥४॥
(दोहा)
तव प्रताप उर राखि प्रभु जेहउँ नाथ तुरंत ।
अस कहि आयसु पाइ पद बंदि चलेउ हनुमंत ॥ ६०(क) ॥
भरत बाहु बल सील गुन प्रभु पद प्रीति अपार ।
मन महुँ जात सराहत पुनि पुनि पवनकुमार ॥ ६०(ख) ॥
MP3 Audio
હનુમાનજી ભરતને રામ-લક્ષ્મણના સમાચાર જણાવે છે
કહો કુશળતા સુખનિધાનની સહિત અનુજ અને માત જાનકી;
કપિએ કહ્યો કથાસંક્ષેપ, સુણતાં થયો ભરતને ખેદ.
દૈવ, જગે હું જનમ્યો કેમ; રામનો પ્રબળ પ્રાણે પ્રેમ,
તોપણ કામ ન આવ્યો એક, નિરર્થક થયું જીવન છેક.
ધૈર્ય ધર્યું અશુભ ગણી કાળ, કહ્યાં વચન ભરતે તત્કાળ,
જતાં લાગશે તમને વાર, કામ બગડશે થતાં સવાર;
ચઢો બાણ પર શૈલ સમેત પહોંચાડું જ્યાં કૃપાનિકેત.
કપિમનમાં ઊપજ્યું અભિમાન, મુજ ભારે નહિ ચાલે બાણ;
કરતાં રામપ્રભાવ વિચાર કપિએ કહ્યું જોડતાં હાથ.
(દોહરો)
પ્રતાપ સ્મરતાં આપનો જઈશ નાથ, તુરંત;
ભરતચરણ વંદન કરી ચાલ્યા શ્રીહનુમંત.
ભરત બાહુબળ શીલગુણ પ્રભુપદપ્રીત અપાર,
વારંવાર વખાણતા ચાલ્યા પવનકુમાર.

