Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

रावण ने कुंभकर्ण की सहायता माँगी
 
भल न कीन्ह तैं निसिचर नाहा । अब मोहि आइ जगाएहि काहा ॥
अजहूँ तात त्यागि अभिमाना । भजहु राम होइहि कल्याना ॥१॥
 
हैं दससीस मनुज रघुनायक । जाके हनूमान से पायक ॥
अहह बंधु तैं कीन्हि खोटाई । प्रथमहिं मोहि न सुनाएहि आई ॥२॥
 
कीन्हेहु प्रभू बिरोध तेहि देवक । सिव बिरंचि सुर जाके सेवक ॥
नारद मुनि मोहि ग्यान जो कहा । कहतेउँ तोहि समय निरबहा ॥३॥
 
अब भरि अंक भेंटु मोहि भाई । लोचन सूफल करौ मैं जाई ॥
स्याम गात सरसीरुह लोचन । देखौं जाइ ताप त्रय मोचन ॥४॥
 
(दोहा)
राम रूप गुन सुमिरत मगन भयउ छन एक ।
रावन मागेउ कोटि घट मद अरु महिष अनेक ॥ ६३ ॥

MP3 Audio

 
રાવણ કુંભકર્ણ પાસે જાય છે
 
સારું નવ કર્યું નિશિચરનાથ, જગવ્યો મુજને શાને કાજ ?
હજુય તજ તારું અભિમાન, ભજી રામને કર કલ્યાણ.
 
દૂત જેમના છે હનુમાન મનુજ તેમને ના તું જાણ;
બંઘુ, ભૂલ તેં પરમ કરી, વાત કહી ના પ્રથમ જરી.
 
કર્યા વિરાધી એવા દેવ સુરશિવ કરતા જેની સેવ,
ભજે વળી બ્રહ્મા જેને રિપુ માન્યા શેને તેને ?
 
હવે કરી લે આલિંગન, કમળનયન શ્રી રઘુનંદન,
નિહાળતાં ધન્ય કરું નેન, ત્રિતાપમોચન કરશે ક્ષેમ.
 
(દોહરો)  
રામરૂપને સ્મરી મગ્ન બની ક્ષણ એક,
માગ્યા એણે કોટિ ઘટ મદ ને મહિષ અનેક.