if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

वानरो ने यज्ञ भंग किया, लक्ष्मण के बाण से मेघनाद की मृत्यु
 
जाइ कपिन्ह सो देखा बैसा । आहुति देत रुधिर अरु भैंसा ॥
कीन्ह कपिन्ह सब जग्य बिधंसा । जब न उठइ तब करहिं प्रसंसा ॥१॥
 
तदपि न उठइ धरेन्हि कच जाई । लातन्हि हति हति चले पराई ॥
लै त्रिसुल धावा कपि भागे । आए जहँ रामानुज आगे ॥२॥
 
आवा परम क्रोध कर मारा । गर्ज घोर रव बारहिं बारा ॥
कोपि मरुतसुत अंगद धाए । हति त्रिसूल उर धरनि गिराए ॥३॥
 
प्रभु कहँ छाँड़ेसि सूल प्रचंडा । सर हति कृत अनंत जुग खंडा ॥
उठि बहोरि मारुति जुबराजा । हतहिं कोपि तेहि घाउ न बाजा ॥४॥
 
फिरे बीर रिपु मरइ न मारा । तब धावा करि घोर चिकारा ॥
आवत देखि क्रुद्ध जनु काला । लछिमन छाड़े बिसिख कराला ॥५॥
 
देखेसि आवत पबि सम बाना । तुरत भयउ खल अंतरधाना ॥
बिबिध बेष धरि करइ लराई । कबहुँक प्रगट कबहुँ दुरि जाई ॥६॥
 
देखि अजय रिपु डरपे कीसा । परम क्रुद्ध तब भयउ अहीसा ॥
लछिमन मन अस मंत्र दृढ़ावा । एहि पापिहि मैं बहुत खेलावा ॥७॥
 
सुमिरि कोसलाधीस प्रतापा । सर संधान कीन्ह करि दापा ॥
छाड़ा बान माझ उर लागा । मरती बार कपटु सब त्यागा ॥८॥
 
(दोहा)
रामानुज कहँ रामु कहँ अस कहि छाँड़ेसि प्रान ।
धन्य धन्य तव जननी कह अंगद हनुमान ॥ ७६ ॥

MP3 Audio

 
વાનરો દ્વારા યજ્ઞ ભંગ, લક્ષ્મણના બાણથી મેઘનાદ હણાયો
 
પાડા રુધિરની આહુતિ દેતો જઈ વાનરે એને દેખ્યો;
કર્યો યજ્ઞનો વાનરે નાશ ઊઠયો તોય ના બનતાં નિરાશ.
 
ત્યારે કપિએ પકડયા વાળ, મારી એને અગણિત લાત;
આવ્યો ત્રિશૂળસાથ ધસી લક્ષ્મણ સન્મુખ કમર કસી.
 
દોડયા અંગદ ને હનુમાન સંતપ્ત કરી ક્રોધે પ્રાણ,
કરી હૃદય પર કિન્તુ પ્રહાર પાડયા પૃથ્વી પર પળવાર.
 
ત્રિશૂળ લક્ષ્મણ પર છોડયું, શર મારી તેને તોડયું;
આવ્યા અંગદ ને હનુમાન, થયો ક્ષૂબ્ધ ના એનો પ્રાણ.
 
શર છૂટયાં લક્ષ્મણનાં ઘોર ચોરકોર કરીને શોર,
ત્યારે તે અદ્દશ્ય થઈ વિવિધ રૂપથી રહ્યો લડી.
 
(દોહરો)   
અસુરને અજય દેખતાં વાનર થયા નિરાશ;
નિરધાર કર્યો લક્ષ્મણે કરવા ખેલ ખલાસ.
*
સ્મરી કોશલાધીશ પ્રતાપ છોડયું શર બળસાથ અમાપ,
લાગ્યું હૃદયે તરત જ બાણ, કપટ તજીને ત્યાગ્યો પ્રાણ.
 
(દોહરો)   
રામાનુજ ક્યાં રામ ક્યાં કહેતાં છોડયો પ્રાણ;
ધન્ય માત તારી, વદ્યા અંગદ ને હનુમાન.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.