देवताओं द्वारा लक्ष्मण का अभिवादन
बिनु प्रयास हनुमान उठायो । लंका द्वार राखि पुनि आयो ॥
तासु मरन सुनि सुर गंधर्बा । चढ़ि बिमान आए नभ सर्बा ॥१॥
बरषि सुमन दुंदुभीं बजावहिं । श्रीरघुनाथ बिमल जसु गावहिं ॥
जय अनंत जय जगदाधारा । तुम्ह प्रभु सब देवन्हि निस्तारा ॥२॥
अस्तुति करि सुर सिद्ध सिधाए । लछिमन कृपासिन्धु पहिं आए ॥
सुत बध सुना दसानन जबहीं । मुरुछित भयउ परेउ महि तबहीं ॥३॥
मंदोदरी रुदन कर भारी । उर ताड़न बहु भाँति पुकारी ॥
नगर लोग सब ब्याकुल सोचा । सकल कहहिं दसकंधर पोचा ॥४॥
(दोहा)
तब दसकंठ बिबिध बिधि समुझाईं सब नारि ।
नस्वर रूप जगत सब देखहु हृदयँ बिचारि ॥ ७७ ॥
MP3 Audio
દેવો લક્ષ્મણને અભિનંદન આપે છે
(દોહરો)
વિના પરિશ્રમ દેહને એના પવનકુમાર,
ઉપાડતાં પાછા વળ્યા રાખી લંકાદ્વાર.
મૃત્યુ સુણી ગંધર્વસુર વિમાનમાં આવ્યા,
વ્યોમે, વરણી સુમનને યશ ગાવા લાગ્યા,
વાદ્ય વગાડી, આપનો જય હો જગદાધાર,
જય અનંત, સૌ દેવને કર્યા પીડથી પાર.
પ્રશસ્તિ કરતાં દેવ ને સિદ્ધ ગયા પાછા;
કપિસેનાની પાંગરી જયની અભિલાષા.
મંદોદરી રુદન કરી છાતી કૂટી તેમ,
પોકારી ત્યારે રહી પ્રગટ કરીને પ્રેમ.
નગરજનો વ્યાકુળ બન્યા કહી નૃપતિને નીચ;
રાવણ સ્ત્રીઓને રહ્યો સમજાવી કે નીત,
જન્મે જીવ મરે જગે, નાશવંત છે રૂપ,
સમજી લો તો ક્ષણમહીં મળશે શાંતિ અનૂપ.

