if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

रावण युद्धभूमि में उतरा
 
तिन्हहि ग्यान उपदेसा रावन । आपुन मंद कथा सुभ पावन ॥
पर उपदेस कुसल बहुतेरे । जे आचरहिं ते नर न घनेरे ॥१॥
 
निसा सिरानि भयउ भिनुसारा । लगे भालु कपि चारिहुँ द्वारा ॥
सुभट बोलाइ दसानन बोला । रन सन्मुख जा कर मन डोला ॥२॥
 
सो अबहीं बरु जाउ पराई । संजुग बिमुख भएँ न भलाई ॥
निज भुज बल मैं बयरु बढ़ावा । देहउँ उतरु जो रिपु चढ़ि आवा ॥३॥
 
अस कहि मरुत बेग रथ साजा । बाजे सकल जुझाऊ बाजा ॥
चले बीर सब अतुलित बली । जनु कज्जल कै आँधी चली ॥४॥
 
असगुन अमित होहिं तेहि काला । गनइ न भुजबल गर्ब बिसाला ॥५॥
 
(छंद)
अति गर्ब गनइ न सगुन असगुन स्त्रवहिं आयुध हाथ ते ।
भट गिरत रथ ते बाजि गज चिक्करत भाजहिं साथ ते ॥
गोमाय गीध कराल खर रव स्वान बोलहिं अति घने ।
जनु कालदूत उलूक बोलहिं बचन परम भयावने ॥
 
(दोहा)
ताहि कि संपति सगुन सुभ सपनेहुँ मन बिश्राम ।
भूत द्रोह रत मोहबस राम बिमुख रति काम ॥ ७८ ॥

MP3 Audio

 
રાવણ યુદ્ધમેદાનમાં આવે છે
 
(દોહરો)   
નીચ છતાંયે રાવણે કર્યો જ્ઞાનઉપદેશ,
વાણી વિશુદ્ધ શુભ છતાં વર્તનમાં ના લેશ.
 
પરોપદેશે કુશળ જન જગમાં ઘણા મળે,
કિન્તુ ચાલતા તે મુજબ માનવ વિરલ ખરે.
*
રાત વીતી થયું ને સવાર, દોડયા ભાલુ કપિ ચારે દ્વાર;
બોલ્યો રાવણ સુભટ બોલાવી, યુદ્ધ જેમને ના શકે ફાવી,
 
દિલ લડતાં ડરે વળી જેનું, ઘેર રહેવામાં શ્રેય છે તેનું;
બાહુબળથી મેં વેર વધાર્યું, યોગ્ય ઉત્તર શત્રુને વાળું.
 
રથ વાયુસમા વેગવાળો કહી એમ તૈયાર કરાવ્યો,
વાગ્યાં વાજાં ને વીર સૌ ચાલ્યા જાણે કાજળવાદળાં ફાલ્યાં.
થયા અપશુકનો બધે ભારે, ગર્વે ગણકાર્યા ના એણે ત્યારે.
 
(છંદ)
અતિગર્વને લીધે શુકન અશુકન ગણકાર્યા નહીં;
હથિયાર હાથથકી પડયાં, યોદ્ધા પડયા રથથી મહી;
ગજ અશ્વ ચિત્કારો કરીને નાસવા લાગ્યા બધે,
ગર્દભ શિયાળો ગીધ કાગ વદી રહ્યા કર્કશપણે,
યમદૂત જેવા ઘુવડ બોલ્યા રડયા શ્વાનો કટુસ્વરે.
 
(દોહરો)   
ભૂતદ્રોહરત મોહવશ રામવિમુખ રતિકામ,
તેને સંપદશુકન શુભ સ્વપ્ને નવ વિશ્રામ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.