युद्ध का वर्णन
चलेउ निसाचर कटकु अपारा । चतुरंगिनी अनी बहु धारा ॥
बिबिध भाँति बाहन रथ जाना । बिपुल बरन पताक ध्वज नाना ॥१॥
चले मत्त गज जूथ घनेरे । प्राबिट जलद मरुत जनु प्रेरे ॥
बरन बरद बिरदैत निकाया । समर सूर जानहिं बहु माया ॥२॥
अति बिचित्र बाहिनी बिराजी । बीर बसंत सेन जनु साजी ॥
चलत कटक दिगसिधुंर डगहीं । छुभित पयोधि कुधर डगमगहीं ॥३॥
उठी रेनु रबि गयउ छपाई । मरुत थकित बसुधा अकुलाई ॥
पनव निसान घोर रव बाजहिं । प्रलय समय के घन जनु गाजहिं ॥४॥
भेरि नफीरि बाज सहनाई । मारू राग सुभट सुखदाई ॥
केहरि नाद बीर सब करहीं । निज निज बल पौरुष उच्चरहीं ॥५॥
कहइ दसानन सुनहु सुभट्टा । मर्दहु भालु कपिन्ह के ठट्टा ॥
हौं मारिहउँ भूप द्वौ भाई । अस कहि सन्मुख फौज रेंगाई ॥६॥
यह सुधि सकल कपिन्ह जब पाई । धाए करि रघुबीर दोहाई ॥७॥
(छंद)
धाए बिसाल कराल मर्कट भालु काल समान ते ।
मानहुँ सपच्छ उड़ाहिं भूधर बृंद नाना बान ते ॥
नख दसन सैल महाद्रुमायुध सबल संक न मानहीं ।
जय राम रावन मत्त गज मृगराज सुजसु बखानहीं ॥
(दोहा)
दुहु दिसि जय जयकार करि निज निज जोरी जानि ।
भिरे बीर इत रामहि उत रावनहि बखानि ॥ ७९ ॥
MP3 Audio
યુદ્ધનું વર્ણન
(દોહરો)
ચાલી સેના અસુરની ચતુરંગિણી અપાર,
વિવિધ સવારી વાહનો રથધ્વજસહિત વિશાળ.
*
જૂથ મત્ત ચાલ્યાં ગજકેરાં જેમ વર્ષાવાદળ વાયુપ્રેર્યાં,
વેશ વિવિધ વરણના ધારી માયા જાણનારા વીર ભારી.
સેના વીર વસંતે સજેલી એવી ચિત્રવિચિત્ર બનેલી,
ચાલી ત્યારે દિગ્ગજ ડગ્યા, ડોલ્યા ગિરિ, સાગર ક્ષોભથી બોલ્યા.
સૂર્ય ધૂળે રહ્યો ઢંકાઈ, થાક્યો પવન, પૃથ્વી અકળાઈ;
ઢોલવાજાં ભયંકર વાગ્યાં જાણે પ્રલયનાં વાદળ ગાજ્યાં.
ભેરીનફેરી શરણાઈ વાદ્ય વાગ્યાં છોડી સુખદ મારુ રાગ;
સિહંનાદ કરી રહ્યા વીર બની યુદ્ધને માટે અધીર.
કહ્યું રાવણે સુભટ સુણી લો, ભાલુકપિને હવે મસળી દો;
બંને રાજપુત્રોને હું મારું કહી સૈન્યને સામે ચલાવ્યું.
(છંદ)
દોડયા વિશાળ કરાળ વાનર ભાલુ કાળસમાન એ,
પર્વતસમૂહો રહ્યા ઊડી ધરી જાણે પાંખને;
વર્ણે વિવિધ, નખ દાંત પર્વત વૃક્ષ હથિયારો લઈ,
શ્રીરામ રાવણ મત્ત ગજ મૃગરાજ યશ વર્ણન કરી.
(દોહરો)
જયકાર કરી બે તરફ શોધીને નિજ જોડ,
રાવણ રામ વખાણતાં લડયા લઈને કોડ.

