युद्ध का वर्णन
रावनु रथी बिरथ रघुबीरा । देखि बिभीषन भयउ अधीरा ॥
अधिक प्रीति मन भा संदेहा । बंदि चरन कह सहित सनेहा ॥१॥
नाथ न रथ नहिं तन पद त्राना । केहि बिधि जितब बीर बलवाना ॥
सुनहु सखा कह कृपानिधाना । जेहिं जय होइ सो स्यंदन आना ॥२॥
सौरज धीरज तेहि रथ चाका । सत्य सील दृढ़ ध्वजा पताका ॥
बल बिबेक दम परहित घोरे । छमा कृपा समता रजु जोरे ॥३॥
ईस भजनु सारथी सुजाना । बिरति चर्म संतोष कृपाना ॥
दान परसु बुधि सक्ति प्रचंड़ा । बर बिग्यान कठिन कोदंडा ॥४॥
अमल अचल मन त्रोन समाना । सम जम नियम सिलीमुख नाना ॥
कवच अभेद बिप्र गुर पूजा । एहि सम बिजय उपाय न दूजा ॥५॥
सखा धर्ममय अस रथ जाकें । जीतन कहँ न कतहुँ रिपु ताकें ॥६॥
(दोहा)
महा अजय संसार रिपु जीति सकइ सो बीर ।
जाकें अस रथ होइ दृढ़ सुनहु सखा मतिधीर ॥ ८०(क) ॥
सुनि प्रभु बचन बिभीषन हरषि गहे पद कंज ।
एहि मिस मोहि उपदेसेहु राम कृपा सुख पुंज ॥ ८०(ख) ॥
उत पचार दसकंधर इत अंगद हनुमान ।
लरत निसाचर भालु कपि करि निज निज प्रभु आन ॥ ८०(ग) ॥
MP3 Audio
યુદ્ધનું વર્ણન
રાવણ રથી વિરથ રઘુવીર બન્યા વિભીષણ જોઈ અધીર;
પ્રીત અધિક થયો સંદેહ, વંદી ચરણે કહ્યું કરી નેહ.
નાથ, રથ ના કવચ પદત્રાણ, વીર જીતશો શે બળવાન;
વદ્યા મિત્ર હે કૃપાનિધાન, જય દેનારો છે રથ આન.
પૈડાં શૌર્ય ને ધૈર્ય તે રથનાં, નામ સત્ય ને શીલ છે ધ્વજનાં;
બળ દમ પરહિત ને વિવેક અશ્વ એના, નથી અતિરેક.
ઈશભજનનો સારથિ જાણ, ઢાલ વિરતિ સંતોષ કૃપાણ,
પરશુ દાન શક્તિ બુદ્ધિ ચંડ, શ્રેષ્ઠ વિજ્ઞાન કઠિન કોદંડ.
મન અમલ અચલ ભાથું ન્યારું, યમનિયમ ને શમ શર સારું,
વિપ્ર ગુરુપૂજા કવચ અભેદ્ય; અન્ય જયનો ઉપાય ના એક.
એવો ધર્મમય છે રથ જેનો શત્રુ જીતનારો નથી તેનો,
બને સર્વકાળે વિજયી તે એમાં સંશય ના જરીએ.
(દોહરો)
જેનો રથ દ્રઢ હોય તે સુણો સખા મતિધીર,
મહા અજય સંસારરિપુ જીતે એવો વીર.
વિભીષણે વચનો સુણી પ્રેમે કર્યા પ્રણામ;
એ બહાને શિક્ષા ધરી રામ કૃપાસુખધામ.
રાવણ અગંદ પવનસુત કરી રહ્યા પડકાર,
લડયા નિશાચર ભાલુ કપિ ગણી સમરને સાર.

