युद्ध का वर्णन
सुर ब्रह्मादि सिद्ध मुनि नाना । देखत रन नभ चढ़े बिमाना ॥
हमहू उमा रहे तेहि संगा । देखत राम चरित रन रंगा ॥१॥
सुभट समर रस दुहु दिसि माते । कपि जयसील राम बल ताते ॥
एक एक सन भिरहिं पचारहिं । एकन्ह एक मर्दि महि पारहिं ॥२॥
मारहिं काटहिं धरहिं पछारहिं । सीस तोरि सीसन्ह सन मारहिं ॥
उदर बिदारहिं भुजा उपारहिं । गहि पद अवनि पटकि भट डारहिं ॥३॥
निसिचर भट महि गाड़हि भालू । ऊपर ढारि देहिं बहु बालू ॥
बीर बलिमुख जुद्ध बिरुद्धे । देखिअत बिपुल काल जनु क्रुद्धे ॥४॥
(छंद )
क्रुद्धे कृतांत समान कपि तन स्त्रवत सोनित राजहीं ।
मर्दहिं निसाचर कटक भट बलवंत घन जिमि गाजहीं ॥
मारहिं चपेटन्हि डाटि दातन्ह काटि लातन्ह मीजहीं ।
चिक्करहिं मर्कट भालु छल बल करहिं जेहिं खल छीजहीं ॥
धरि गाल फारहिं उर बिदारहिं गल अँतावरि मेलहीं ।
प्रहलादपति जनु बिबिध तनु धरि समर अंगन खेलहीं ॥
धरु मारु काटु पछारु घोर गिरा गगन महि भरि रही ।
जय राम जो तृन ते कुलिस कर कुलिस ते कर तृन सही ॥
(दोहा)
निज दल बिचलत देखेसि बीस भुजाँ दस चाप ।
रथ चढ़ि चलेउ दसानन फिरहु फिरहु करि दाप ॥ ८१ ॥
MP3 Audio
યુદ્ધનું વર્ણન
(દોહરો)
બ્રહ્મા જેવા દેવ ને સિદ્ધો મુનિવર એ
વિમાનમાં બેસી રહ્યા જોઈ યુદ્ધ રસે.
મદોન્મત્ત યોદ્ધા પરમ બંને તરફ હતા,
વાનર રઘુપતિના બળે વિજયી કિન્તુ થતા.
લડતા ને પડકારતા યોદ્ધાઓ પકડી,
એકમેકને મસળતા પૃથ્વી પર પટકી.
*
મારતા કાપતા વીરો પકડીને પછાડતા,
તોડી મસ્તક તેનાથી અન્યને તેમ મારતા.
પેટને ચીરતા યોદ્ધા ભુજાઓને ઉખેડતા,
દાટી રાક્ષસયોદ્ધાને રેતી પુષ્કળ રેલતા.
(છંદ)
ક્રોધી કૃતાંત સમાન કપિના અંગથી શોણિત વહે,
ગાજે છતાં પણ વીર તે લડવા અસુર સાથે ચહે;
લપડાક મારી કરડતાં ને પીસતાં લડતા બધા,
છળબળ કરીને નિશાચરનો નાશ નોતરતા હતા.
સૌ ગાલ પકડી ફાડતા છાતી કચરતા વાનરો,
ને અસુર આંતરડાં ગળામાં પહેરી ફરતા અહો;
પ્રહલાદપતિ તન વિવિધ ધારી રણમહીં જાણે રમે,
જે વજ્ર તૃણને, વજ્રને તૃણ, દિવ્ય લીલાથી કરે.
(દોહરો)
ક્ષુબ્ધ નિહાળી સૈન્યને વીસ ભુજા દસ તાપ,
રાવણ ચાલ્યો રથ ચઢી અભિમાનથકી આપ.

