Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

युद्ध का वर्णन
 
धायउ परम क्रुद्ध दसकंधर । सन्मुख चले हूह दै बंदर ॥
गहि कर पादप उपल पहारा । डारेन्हि ता पर एकहिं बारा ॥१॥
 
लागहिं सैल बज्र तन तासू । खंड खंड होइ फूटहिं आसू ॥
चला न अचल रहा रथ रोपी । रन दुर्मद रावन अति कोपी ॥२॥
 
इत उत झपटि दपटि कपि जोधा । मर्दै लाग भयउ अति क्रोधा ॥
चले पराइ भालु कपि नाना । त्राहि त्राहि अंगद हनुमाना ॥३॥
 
पाहि पाहि रघुबीर गोसाई । यह खल खाइ काल की नाई ॥
तेहि देखे कपि सकल पराने । दसहुँ चाप सायक संधाने ॥४॥
 
(छंद)
संधानि धनु सर निकर छाड़ेसि उरग जिमि उड़ि लागहीं ।
रहे पूरि सर धरनी गगन दिसि बिदसि कहँ कपि भागहीं ॥
भयो अति कोलाहल बिकल कपि दल भालु बोलहिं आतुरे ।
रघुबीर करुना सिंधु आरत बंधु जन रच्छक हरे ॥
 
(दोहा)
निज दल बिकल देखि कटि कसि निषंग धनु हाथ ।
लछिमन चले क्रुद्ध होइ नाइ राम पद माथ ॥ ८२ ॥

MP3 Audio

 
યુદ્ધનું વર્ણન
 
દોડયો પરમ ક્રુદ્ધ દસકંધર, સન્મુખ ગયા ગરજતા બંદર;
લેતાં પથ્થર વૃક્ષ પહાડ નાખ્યાં અરિ પર એકીસાથ.
 
વજ્ર તન પરે પર્વત પડી તૂટયા ખંડ અનેક બની;
રથને રોકી અચળ રહ્યો દુર્મદ રાવણ ક્રુદ્ધ ઘણો.
 
મસળતો રહ્યો કપિદળને, નાઠા કપિ છોડી રણને;
હે અંગદ હનુમાન કરો રક્ષા બોલી, મદદ ધરો.
 
રક્ષો હે રઘુનાથ તમે, કાળથકી ભયભીત અમે;
રાવણ ગ્રસી રહ્યો અમને, પોકાર કરીએ તમને.
 
(દોહરો)   
વાનરને નાસી ગયા જાણીને એણે,
દસે ધનુષ પર બાણને સાંધ્યાં સમર વિશે.
 
(છંદ)
સાંધ્યાં શરોને ધનુષ પર તે સર્પસમ ચાલી રહ્યાં,
ધરતી નભ દિશા તેમ પ્રદિશાને રહ્યાં વીંટી બધાં;
ક્યાં જાય કપિ, કોલાહલ વધ્યો, ભાલુકપિ વ્યાકુળ બન્યા,
રઘુવીર રક્ષક આર્તજનના, દયાસિંધુ, કહી રહ્યા.
 
(દોહરો)   
નિજ દલ દેખીને વિકળ કટિ નિષંગ ધનુ હાથ,
ચાલ્યા લક્ષ્મણ કુપતિ ત્યાં પ્રણમી જગના નાથ.