Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

लंका की गादी पर विभीषण का राज्याभिषेक
 
आइ बिभीषन पुनि सिरु नायो । कृपासिंधु तब अनुज बोलायो ॥
तुम्ह कपीस अंगद नल नीला । जामवंत मारुति नयसीला ॥१॥
 
सब मिलि जाहु बिभीषन साथा । सारेहु तिलक कहेउ रघुनाथा ॥
पिता बचन मैं नगर न आवउँ । आपु सरिस कपि अनुज पठावउँ ॥२॥
 
तुरत चले कपि सुनि प्रभु बचना । कीन्ही जाइ तिलक की रचना ॥
सादर सिंहासन बैठारी । तिलक सारि अस्तुति अनुसारी ॥३॥
 
जोरि पानि सबहीं सिर नाए । सहित बिभीषन प्रभु पहिं आए ॥
तब रघुबीर बोलि कपि लीन्हे । कहि प्रिय बचन सुखी सब कीन्हे ॥४॥
 
(छंद)
किए सुखी कहि बानी सुधा सम बल तुम्हारें रिपु हयो ।
पायो बिभीषन राज तिहुँ पुर जसु तुम्हारो नित नयो ॥
मोहि सहित सुभ कीरति तुम्हारी परम प्रीति जो गाइहैं ।
संसार सिंधु अपार पार प्रयास बिनु नर पाइहैं ॥
 
(दोहा)
प्रभु के बचन श्रवन सुनि नहिं अघाहिं कपि पुंज ।
बार बार सिर नावहिं गहहिं सकल पद कंज ॥ १०६ ॥

MP3 Audio

 
વિભિષણનો લંકાની ગાદી પર રાજ્યાભિષેક
 
(દોહરો)           
વિભીષણે શિરને પછી ઢાળ્યું રામપદે;
લક્ષ્મણને બોલાવતાં સૂચવ્યું રઘુપતિએ.
*
કપીશ અંગદ નલ ને નીલ, જાંબવાન મારુતિ નયશીલ,
જાવ બધાય વિભીષણ સાથ રાજતિલક કરવાને ભાલ;
પિતાવચનના પાલનકાજ પુરમાં નહીં પ્રવેશું આજ.
 
ચાલ્યા કપિ પ્રભુવચન સુણી, તિલક વ્યવસ્થા પૂર્ણ કરી;
રાજ્યાભિષેક તરત કર્યો, સ્તુતિ કરતાં શુભ હેતુ સર્યો.
 
શીશ નમાવી કર્યા પ્રણામ; પ્રભુ પાસે પહોંચ્યા કૃતકામ,
લંકેશ તથા અન્ય બધા; વિસર્યા દર્શનથકી વ્યથા.
 
(છંદ)
અમૃતસ્વરે સૌને સુખ ધર્યુ, રિપુ તમારાથી મર્યો,
પામ્યા વિભીષણ રાજ્ય; યશ રહેશે તમારો નિતનવો,
ત્રિભુવનમહીં; યશગાન ગાશે તમારું મુજસાથ જે,
ભવસિંધુપાર અપાર તે સૌ પરિશ્રમ વિણ પામશે.
 
(દોહરો)           
પ્રભુના શબ્દોને સુણી તૃપ્તિ ન કપિ પામ્યા,
પદપંકજને પકડતાં પુન:પુન: નામ્યા.