Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જ્યાં લગી આત્મા તત્વ

MP3 Audio

જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી,
મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો
માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.

શુ થયું સ્નાન, સંધ્યા ને પૂજા થકી
શું થયું ઘેર રહી દાન દીધે ?
શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે,
શું થયું વાળ લુંચન કીધે ?

શું થયું તપ ને તીરથ કીધા થકી,
શું થયું માળ ગ્રહી નામ લીધે ?
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,
શું થયું ગંગાજલ પાન કીધે ?

શું થયું વેદ વ્યાકરણ વાણી વદ્યે,
શું થયું રાગ ને રંગ માણ્યે ?
શું થયું ખટ દર્શન ભેદ સેવ્યા થકી,
શું થયું વરણના ભેદ આણ્યે ?

એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા,
જ્યાં લગી પરમ પરબ્રહ્મ ન જોયો;
ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના,
રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.

 - નરસિંહ મહેતા

Comments

Search Reset
4
Dr.D.M.Dave
15 years ago
Most wonderful and absolutely stark truth coming out from revered Narsi Mehta. Its a kick camouflaged for present day god peddlers who are cheaper by dozens.
Like Like Quote
4
Pushpa R. Rathod
16 years ago
ઉપરનું ભજન 100% સત્ય જણાવે છે. પરમતત્વ જાણ્યા સિવાય જીવનનું રહસ્ય નહીં સમજાય. નરસિંહ મહેતાના ભજનો જીવનનો ભેદ જણાવે છે.
Like Like Quote

Add comment

Submit