Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વ્હાલણાં રે વાયાં, જશોદાના કુંવર - ત્રણ અલગ સ્વરમાં
MP3 Audio

જાગો રે, જશોદાના કુંવર ! વહાણલાં વાયા,
તમારે ઓશીકે મારાં ચીર ચંપાયા.

પાસું મરડો તો વહાલા ! ચીર લેઉં તાણી,
સરખી-સમાણી સૈયરો સાથે જાવું છે પાણી.

પંખીડાં બોલે રે, વહાલા ! રજની રહી થોડી,
સેજલડીથી ઊઠો, વહાલા ! આળસડી મરોડી.

સાદ પાડું તો વ્હાલા ! લોકડિયાં જાગે,
અંગૂઠો મરડું તો પગનાં ઘૂઘરા વાગે.

જેને જેવો ભાવ હોય તેને તેવું થાયે,
નરસૈંયાનો સ્વામી વિના રખે વહાણલું વાયે.

- નરસિંહ મહેતા

Add comment

Submit