if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સાગરના વિશાળ તટ પરના મહેલ જેવા મકાનમાં એક ફિલસૂફ રહેતો હતો. ભૂત ને ભાવિને પરિપૂર્ણપણે જાણવાનો દાવો કરનારા એક જ્યોતિષીએ એની મુલાકાત લીધી, ને એને કહ્યું, 'તમારી ઈચ્છા હોય તો હું તમારા વહી ગયેલા ને હવે પછી પ્રકટ થનારા જીવનનો નક્શો દોરી શકું તેમ છું, તમારા ભૂત ને ભાવિ પ્રસંગોનો ચિતાર આપી શકું છું.'

ફિલસૂફે કહ્યું, 'તમારી આ જ પદ્ધતિ મને પસંદ નથી પડતી. તમે ભૂત ને ભાવિની આસપાસ ભમ્યા કરો છો, અને આશા ને ચિંતા, હર્ષ ને શોકની સૃષ્ટિ કરો છો, જ્યારે હું વર્તમાનનો લૂંટાય તેટલો રસ લૂંટ્યા કરું છું, અને એમાં જ સંતુષ્ટ રહું છું. એટલે જ કોઈ જ્યોતિષીની મુલાકાત મેં આજ લગી નથી લીધી.'

જ્યોતિષીને માટે એ ખુલાસો તદ્દન નવા પ્રકારનો થઈ પડ્યો, અને એ ફિલસૂફને વંદન કરીને શાંતિથી વિદાય થયો.

- શ્રી યોગેશ્વરજી

***

सागर के विशाल तट पर महल-जैसे मकान में एक दार्शनिक रहता था । भूत-भविष्य को पूर्ण रूप से देखने का दावा करनेवाले एक ज्योतिषी ने उससे मिलने की आज्ञा लेकर उससे कहा, ‘आपकी इच्छा हो तो मैं आपके बीते हुए और आनेवाले जीवन का नक्शा बना सकता हूँ; आपके भूत और भावी प्रसंगो के बारे में बता सकता हूँ ।’

दार्शनिक ने कहा, ‘तुम्हारी पद्धति मुझे पसंद नहीं । तुम भूत-भविष्य के आसपास भटकते रहते हो और आशा और चिंता, हर्ष और शोक की सृष्टि करते हो, जब कि मैं वर्तमान के रस को यथाशक्ति लूटता हूँ और उसीमें संतुष्ट रहता हूँ । इसीलिये अब तक मैंने किसी ज्योतिषी से मुलाकात नहीं की ।’

यह स्पष्टीकरण ज्योतिषी के लिए एकदम अनोखा था । दार्शनिक की वंदना कर वह शांति से विदा हुआ ।

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.